ધાર્મિકઃ 1 ઓક્ટોબરે અધિક માસની પૂર્ણિમા, જાણો આ દિવસે શું કરવું અને શું નહીં

અટલ સમાચાર, ડેસ્ક હાલ અધિક માસ ચાલી રહ્યો છે. આ મહિનાની પૂર્ણિમા ગુરુવાર, 1 ઓક્ટોબરે છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રહેશે. હિંદુ પંચાંગ પ્રમાણે અધિક માસ ત્રણ વર્ષમાં એકવાર આવે છે, જેના કારણે આ પૂર્ણિમાનું મહત્ત્વ વધી જાય છે. આ મહિનો 16 ઓક્ટોબર સુધી રહેશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે ગુરુવાર
 
ધાર્મિકઃ 1 ઓક્ટોબરે અધિક માસની પૂર્ણિમા, જાણો આ દિવસે શું કરવું અને શું નહીં

અટલ સમાચાર, ડેસ્ક

હાલ અધિક માસ ચાલી રહ્યો છે. આ મહિનાની પૂર્ણિમા ગુરુવાર, 1 ઓક્ટોબરે છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રહેશે. હિંદુ પંચાંગ પ્રમાણે અધિક માસ ત્રણ વર્ષમાં એકવાર આવે છે, જેના કારણે આ પૂર્ણિમાનું મહત્ત્વ વધી જાય છે. આ મહિનો 16 ઓક્ટોબર સુધી રહેશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે ગુરુવાર અને પૂર્ણિમાના યોગમાં નદીમાં સ્નાન કરવા અને દાન-પુણ્ય કરવાની પરંપરા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અધિકમાસની પૂર્ણિમાએ સવારે જલ્દી જાગવું અને સ્નાન પછી સૂર્યને તાંબાના લોટાથી અર્ઘ્ય અર્પણ કરવું જોઇએ. સૂર્યના મંત્ર ૐ સૂર્યાય નમઃ નો જાપ કરવો જોઇએ. મંત્ર જાપ ઓછામાં ઓછો 108વાર કરો. હાલ કોરોનાના કારણણે નદીમાં સ્નાન કરી શકાય નહી, જેથી ઘરમાં જ નદીઓ અને તીર્થના નામનો જાપ કરીને સ્નાન કરવું જોઇએ. પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું જોઇએ. પૂર્ણિમાએ ભગવાન સત્યનારાયણની કથાનો પાઠ કરવો જોઇએ. ભગવાનને હલવાનો ભોગ ધરાવવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. આ દિવસે સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો પ્રગટાવવો. પરિક્રમા કરો. ચંદ્ર ઉદય પછી ચાંદીના લોટામાં દૂધ ભરીને ચંદ્રદેવને અર્ઘ્ય અર્પણ કરો. અધિકમાસમાં ભગવાન વિષ્ણુ સાથે શિવજી, શ્રીકૃષ્ણ, શ્રીરામ, હનુમાનજી અને અન્ય દેવી-દેવતાઓની પણ પૂજા કરવી જોઇએ.

હિંદુ પંચાંગ પ્રમાણે એક ચંદ્ર વર્ષમાં 354 દિવસ હોય છે. જ્યારે એક સૂર્ય વર્ષમાં 365 દિવસ અને લગભગ 6 કલાક હોય છે. આ બંને સૂર્ય અને ચંદ્ર વર્ષની વચ્ચે લગભગ 11 દિવસનું અંતર રહે છે. દર ત્રણ વર્ષમાં આ અંતર 1 મહિના બરાબર થઇ જાય છે. આ અંતરને દૂર કરવા માટે દર ત્રણ વર્ષમાં એક ચંદ્ર માસ એટલે અધિકમાસની વ્યવસ્થા કરવામાં આવી છે. પૂર્ણિમાએ ઘરમાં ક્લેશ કરવો જોઇએ નહીં. અધાર્મિક કાર્યોથી દૂર રહેવું. ઘર-પરિવાર અને સમાજમાં કોઇનો અનાદર કરવો નહીં. નાના-મોટા બધા લોકોનું સન્માન કરવું.