ધાર્મિક@સિદ્ધપુર: પવિત્ર સ્થળોની માટી અને જળ રામજન્મભૂમિ પૂજન માટે મોકલાયા

અટલ સમાચાર, સિદ્ધપુર(હર્ષલ ઠાકર) અયોધ્યા સ્થિત રામજન્મ ભૂમિમાં આકાર પામનાર ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણવાળી ભૂમિના પૂજનમાટે સમગ્ર દેશનાં ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોમાંથી એેકત્ર કરવામાં આવી રહી છે. આ અ્તર્ગત સિદ્ધપુર વિશ્વ હિન્દુ પરિષદ,આર.એસ.એસ ધર્મ જાગરણ મંચ, ઉત્તર ગુજરાત માતૃશક્તિ સંગઠનનાં હોદ્દેદારો એકત્ર થઈ આ ભગીરથ કાર્ય કર્યુ હતુ. આ પ્રસંગે હિન્દુ સંગઠનો નાં આગેવાનો રાજેશભાઈ પટેલ,
 
ધાર્મિક@સિદ્ધપુર: પવિત્ર સ્થળોની માટી અને જળ રામજન્મભૂમિ પૂજન માટે મોકલાયા

અટલ સમાચાર, સિદ્ધપુર(હર્ષલ ઠાકર)

અયોધ્યા સ્થિત રામજન્મ ભૂમિમાં આકાર પામનાર ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણવાળી ભૂમિના પૂજનમાટે સમગ્ર દેશનાં ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોમાંથી એેકત્ર કરવામાં આવી રહી છે. આ અ્તર્ગત સિદ્ધપુર વિશ્વ હિન્દુ પરિષદ,આર.એસ.એસ ધર્મ જાગરણ મંચ, ઉત્તર ગુજરાત માતૃશક્તિ સંગઠનનાં હોદ્દેદારો એકત્ર થઈ આ ભગીરથ કાર્ય કર્યુ હતુ. આ પ્રસંગે હિન્દુ સંગઠનો નાં આગેવાનો રાજેશભાઈ પટેલ, નિતિનભાઈ વ્યાસ, આશિષભાઈ મોદી, ગોપાલભાઈ રાયચંદાણી, સુરેશભાઇ નાઇ, સુનિલભાઈ પુરોહિત સહિતના લોકો હાજર રહ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સિદ્ધપુરમાં આજે કંદર્પ ૠષિની તપોભૂમિ અને કપિલમૂનિની જન્મ ભૂમિ એવા પવિત્ર બિન્દુ સરોવર તિર્થમાંથી તેમજ પ્રસિધ્ધ રાવત સમાજનાં સ્થાનકની પવિત્ર માટી અને જળ અલગ અલગ માટીનાં કુંભમાં ભરવામાં આવ્યુ હતુ. સિદ્ધપુરનાં આ પવિત્ર સ્થળોએથી આ પવિત્ર માટી અને જળની શાસ્ત્રોગત વિધીવિધાન સાથે પૂજાવિધી સંપન્ન કરી ભરાયેલ આ પવિત્ર ભૂમિની માટી અને જળ ને અમદાવાદ ખાતેથી રેલ્વે મારફતે રામલલ્લા જન્મભૂમિ અયોધ્યા ખાતે મોકલવામા આવશે તેવુ જાણવા મળેલ છે.