ધાર્મિક: શ્રાવણમાં રુદ્રાક્ષ ધારણ કરતા પહેલો બોલો આ મંત્ર થશે વિશેષ લાભ

અટલ સમાચાર, ડેસ્ક શિવ તપના સમયે નેત્રોથી જળની કેટલીક બુંદો ધરતી પર પડી આ રૂદ્રાક્ષના ફળ સ્વરૂપે પરિણિત થઈ. રૂદ્રાક્ષમાં અપાર શક્તિ હોય છે. શ્રાવણ માસમાં રૂદ્રાક્ષ પહેરવાથી તમામ સંકટ દૂર થાય છે. શ્રીમદ્દ દેવીભાગવતમાં કહ્યું છે ‘ના અતઃપરંસ્તોત્રં ના અતઃપરતરં વ્રતંઅક્ષયયેષુ ચ દાનેષુ રુદ્રાક્ષસ્તુ વિશિષ્યતે’ અર્થાત રુદ્રાક્ષથી વધીને કોઈ સ્તોત્ર નથી કે નથી કોઈ
 
ધાર્મિક: શ્રાવણમાં રુદ્રાક્ષ ધારણ કરતા પહેલો બોલો આ મંત્ર થશે વિશેષ લાભ

અટલ સમાચાર, ડેસ્ક

શિવ તપના સમયે નેત્રોથી જળની કેટલીક બુંદો ધરતી પર પડી આ રૂદ્રાક્ષના ફળ સ્વરૂપે પરિણિત થઈ. રૂદ્રાક્ષમાં અપાર શક્તિ હોય છે. શ્રાવણ માસમાં રૂદ્રાક્ષ પહેરવાથી તમામ સંકટ દૂર થાય છે. શ્રીમદ્દ દેવીભાગવતમાં કહ્યું છે ‘ના અતઃપરંસ્તોત્રં ના અતઃપરતરં વ્રતંઅક્ષયયેષુ ચ દાનેષુ રુદ્રાક્ષસ્તુ વિશિષ્યતે’ અર્થાત રુદ્રાક્ષથી વધીને કોઈ સ્તોત્ર નથી કે નથી કોઈ વ્રત. અક્ષયદાન કરતાં પણ રુદ્રાક્ષ વધુ વિશિષ્ટ છે. જેવી રીતે પુરુષોમાં વિષ્ણુ, ગ્રહોમાં સૂર્ય, નદીઓમાં ગંગા, મુનિઓમાં કશ્યપ, દેવીઓમાં ગૌરી શ્રેષ્ઠ છે તેવી રીતે માળાઓમાં રુદ્રાક્ષની શ્રેષ્ઠતા છે. ભગવાન શિવજીની આરાધનામાં રુદ્રાક્ષનું વિશેષ મહત્ત્વ છે. રૂદ્રાક્ષ જેટલો નાનો હોય છે. તેટલો જ પ્રભાવશાળી હોય છે. જેમાં પરોવા માટે કાણુ ના હોય, તૂટેલો હોય, જેને કીડાએ ખાધેલો હોય, તેવો રૂદ્રાક્ષ ધારણ ન કરવો જોઈએ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચાર મુખી રૂદ્રાક્ષ – ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ માટે – ‘ॐ ह्रीं नम:’ મંત્ર સ્મરમ કરી ધારણ કરો. પાંચ મુખી રૂદ્રાક્ષ – મુક્તિ અને મનોવાંછિંત ફળ હેતુ ધારણ મંત્ર – ॐ ह्रीं क्लीं नम: સાથે પહેરો. છ મુખી રૂદ્રાક્ષ – પાપમાંથી મુક્તિ હેતુ મંત્ર – ॐ ह्रीं ह्रुं नम: સાથે ધારણ કરો. સાત મુખી રૂદ્રાક્ષ – એસ્વર્યશાળી થવા માટે – ॐ हुं नम: મંત્ર બોલી પહેરો. આઠ મુખી રૂદ્રાક્ષ – લાંબા આયુષ્ય પ્રાપ્તિ માટે – ॐ हुं नम: ધારણ મંત્ર સાથે પહેરો

શિવ પુરાણ અનુસાર, રૂદ્રાક્ષ કોઈ પણ ધારણ કરી શકે છે. રૂદ્રાક્ષ ચૌદ પ્રકારના હોય છે. તેનું અલગ-અલગ ફળ અને તેને ધારણ કરવાનો મંત્ર છે. એક મુખી રૂદ્રાક્ષ – લક્ષ્મી પ્રાપ્તિ, ભોગ અને મોક્ષ માટે ‘ॐ ह्रीं नम:’ મંત્ર સાથે ધારણ કરો. બે મુખી રૂદ્રાક્ષ – કામનાઓની પૂર્તિ માટે, – ‘ॐ नम:’ મંત્ર સાથે ધારણ કરો.ત્રણ મુખી રૂદ્રાક્ષ – વિદ્યા પ્રાપ્તિ માટે ધારણ મંત્ર – ‘ॐ क्लीं नम:’ બોલીને પહેરો

નવ મુખી રૂદ્રાક્ષ – તમામ કામના પૂર્ણ થાય છે. આ રૂદ્રાક્ષ ડાબા હાથમાં ॐ ह्रीं ह्रुं नम: મંત્ર સાથે ધારણ કરો. 10 મુખી રૂદ્રાક્ષ – સંતાન પ્રાપ્તી હેતુ મંત્ર – ॐ ह्रीं नम: સાથે પહેરો. 11 મુખી રૂદ્રાક્ષ – સર્વત્ર વિજય પ્રાપ્ત કરવા માટે – ॐ ह्रीं ह्रुं नम: મંત્ર સાથે ધારણ કરો. 12 મુખી રૂદ્રાક્ષ – રોગોમાં લાભ માટે મંત્ર – ॐ क्रौं क्षौं रौं नम: બોલી પહેરો. 13 મુખી રૂદ્રાક્ષ – સૌભાગ્ય અને મંગળ પ્રાપ્તી માટે – મંત્ર ॐ ह्रीं नम: સાથે ધારણ કરો. 14 મુખી રૂદ્રાક્ષ – તમામ પ્રકારના પાપનો નાશ કરે છે. આને ધારણ કરવા ॐ नम: મંત્ર બોલો.

આ સિવાય એક ગૌરીશંકર રૂદ્રાક્ષ પણ હોય છે. આ તમામ પ્રકારના સુખ પ્રદાન કરનારો હોય છે. આ રૂદ્રાક્ષ કોઈ પણ મંત્ર વગર માત્ર શુદ્ધી કરીને ધારણ કરી શકો છો.