ધાર્મિકઃ કોરોનાથી ગુજરાતમા આ મંદિરોના અચોકક્સ સમયથી દરવાજા બંધ કરાયા

અટલ સમાચાર, ડેસ્ક અનલોક 1માં 8 જૂનથી ગુજરાતભરના મંદિરો ખોલવાના આદેશ અપાયા હતા. ભગવાનના દ્વારમાં ઘૂસેલા કોરોનાને પગલે ગુજરાતના કેટલાક મંદિરોએ પોતાના દરવાજા બંધ કરવાનો નિર્ણય લીધો છે. બોટાદનું સુપ્રસિદ્ધ સ્વામીનારાયણ મંદિર હરીભક્તો માટે બંધ કરાયું છે. કોરોનાને કારણે મંદિરના દરવાજા બંધ કરવાની જાહેરાત કરાઈ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો મંદિરના
 
ધાર્મિકઃ કોરોનાથી ગુજરાતમા આ મંદિરોના અચોકક્સ સમયથી દરવાજા બંધ કરાયા

અટલ સમાચાર, ડેસ્ક

અનલોક 1માં 8 જૂનથી ગુજરાતભરના મંદિરો ખોલવાના આદેશ અપાયા હતા. ભગવાનના દ્વારમાં ઘૂસેલા કોરોનાને પગલે ગુજરાતના કેટલાક મંદિરોએ પોતાના દરવાજા બંધ કરવાનો નિર્ણય લીધો છે. બોટાદનું સુપ્રસિદ્ધ સ્વામીનારાયણ મંદિર હરીભક્તો માટે બંધ કરાયું છે. કોરોનાને કારણે મંદિરના દરવાજા બંધ કરવાની જાહેરાત કરાઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મંદિરના સંતો અને પૂજારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યાં છે. ત્યારે બોટાદમાં સાળગપુર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના દરવાજા આજથી હરિભક્તો માટે બંધ કરાયા છે. હરિભક્તોને હવે મંદિરમાં દર્શન માટે પ્રવેશ નહિ આપવામાં આવે. વધતા જતા કોરોના વાયરસના કેસોને પગલે મંદિર વિભાગ દ્વારા આ નિર્ણય લેવાયો છે. આજથી અચોક્કસ મુદત સુધી મંદિર બંધ રહેશે. ત્યારે હરિભક્તો મંદિરના ઓનલાઇન જ દર્શન કરી શકશે.

જૂનાગઢમાં જવાહર રોડ સ્થિત સ્વામીનારાયણ મુખ્ય સુવર્ણ મંદિર ભાવિકો માટે બંધ કરાયું છે. શહેરમાં વધતાં જતાં કોરોના સંક્રમણને લઈને મંદિર દ્વારા આ નિર્ણય લેવાયો છે. ઓનલાઈન અને સોશિયલ મીડિયાના માધ્યમથી જ ભાવિકો દર્શન કરી શકશે. મંદિર દ્વારા આગામી નિર્ણય ન લેવાય ત્યાં સુધી જાહેર જનતા માટે દર્શનાર્થે મંદિર બંધ રહેશે.

ખેડામાં કોરોના સંક્રમણ વધી રહેવાને પગલે પ્રસિદ્ધ મીનાવાડા દશામાંનું મંદિર બંધ રહેશે. દશામા વ્રત દરમ્યાન મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોઇ આ નિર્ણય લેવાયો છે. કોરોનાના વધતા કેસોને પગલે સંક્રમણ અટકાવવા મંદિર મેનેજમેન્ટ દ્વારા આ નિર્ણય લેવાયો છે. દશામા વ્રત દરમ્યાન 20 જુલાઈથી 5 ઓગસ્ટ દરમ્યાન મીનાવાડા દશામાં મંદિર બંધ રહેશે.