ધાર્મિકઃ કયું મંદિર ક્યારથી ખુલશે, શું રહેશે દર્શન માટે ગાઈડલાઈન?, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યના મોટા ધાર્મિક સ્થળો સોમનાથ, પાવાગઢ, અંબાજી, ચોટીલા સહીતનાં સ્થળોને તાત્કાલીક અસરથી બંધ કરવામાં આવ્યા હતા. તો સાથે સોમનાથ મંદિર દ્વારા ઓનલાઈન પુજા શરુ કરવામાં આવી હતી, જેમાં પ્રથમ દિવસે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણી દ્વારા ઓનલાઈન પુજા કરવામાં આવી હતી. સરકાર દ્વાર દેશ ભરમાં હવે ધીરે ધીરે છુટ છાટ જાહેર કરવામાં આવી
 
ધાર્મિકઃ કયું મંદિર ક્યારથી ખુલશે, શું રહેશે દર્શન માટે ગાઈડલાઈન?, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યના મોટા ધાર્મિક સ્થળો સોમનાથ, પાવાગઢ, અંબાજી, ચોટીલા સહીતનાં સ્થળોને તાત્કાલીક અસરથી બંધ કરવામાં આવ્યા હતા. તો સાથે સોમનાથ મંદિર દ્વારા ઓનલાઈન પુજા શરુ કરવામાં આવી હતી, જેમાં પ્રથમ દિવસે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણી દ્વારા ઓનલાઈન પુજા કરવામાં આવી હતી. સરકાર દ્વાર દેશ ભરમાં હવે ધીરે ધીરે છુટ છાટ જાહેર કરવામાં આવી છે તેમાં કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન 5માં અનલોક 1ની જાહેરાત કરવામાં આવી છે. અનલોક 1માં ધાર્મિક સંસ્થાનોમાં મંદિર, મસ્જીદ, ચર્ચ, સહીતને મંજુરી આપવામાં આવી છે. આ મંજુરીની સાથે સરકાર દ્વારા માર્ગદર્શીકા પણ જાહેર કરવામાં આવી છે.તી.

કોરોના સંક્રમણની સ્થિતિમાં હજુ જૂન અને જુલાઈ માસમાં મંદિરોમાં કોઈ ઉત્સવને પરવાનગી આપવામાં નહીં આવે. સાથે મંદિરોમાં સેનેટાઈઝ ટનલ, સોશિયલ ડીસ્ટન્સ સાથે ઉભા રહેવા અંગે સુચનો, સ્ટીકર લગાવાની જાણકારી આપવી. ઘણા મંદિરોમાં થોડા દિવસ માત્ર જિલ્લાનાં દર્શનાર્થીઓને મંદિરમાં પ્રવેશ અને ત્યાર બાદ થોડા દિવસ પછી અન્ય જિલ્લાના દર્શનાર્થીઓ દર્શન કરવા પહોંચવા અંગેના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

જાણો કયા મંદિર ક્યારે ખુલશે તથા કયા મંદિરો અંગે હજી પણ નિર્ણયો નથી લેવાયા ​

જગન્નાથ મંદિર, અમદાવાદ, 8 જુનથી ખુલશે

ચોટીલા, સુરેન્દ્રનગર – 08 જુનથી ખુલશે

શામળાજી, અરવલ્લી – 08 જુનથી ખુલશે

સોમનાથ, ગીર સોમનાથ – 08 જુનથી ખુલશે

દ્વારકા, દેવ ભુમી દ્વારકા – 08 જુનથી ખુલશે

ખોડલધામ મંદિર, રાજકોટ – 08 જૂનથી ખુલશે

અંબાજી, બનાસકાંઠા – 12 જુનથી ખુલશે

જલારામ મંદિર, રાજકોટ – 15 જુન થી ખુલશે

બહુચરાજી, મહેસાણા – 15 જૂનથી ખુલશે

વડતાલ મંદીર,ખેડા – 15 જૂન થી ખુલશે

પાવાગઢ, પંચમહાલ, 21 જૂનથી ખુલશે

અક્ષરધામ, ગાંધીનગર, 15 જુન બાદ નિર્ણય લેવાશે

બોટાદ, સાળંગપુર- 17 જુન પછી નિર્ણય લેવાશે

ભવનાથ, જૂનાગઢ – હજી નિર્ણય લેવાયો નથી

ડાકોર, ખેડા – હજી નિર્ણય લેવાયો નથી

સંતરામ મંદીર, ખેડા – હજી નિર્ણય લેવાયો નથી

ભદ્રકાળી મંદિર, અમદાવાદ – હજી નિર્ણય લેવાયો નથી​​

હનુમાન કેમ્પ, અમદાવાદ – હજી નિર્ણય લેવાયો નથી

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પ્રવેશ સમયે થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે અને બીમારીના લક્ષણો ન હોય તેવી વ્યક્તિને જ પ્રવેશ આપવામાં આવશે. દરેક વ્યક્તિએ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે. માસ્ક વગર કોઈ વ્યક્તિને પ્રવેશ મળશે નહીં. પ્રવેશ સ્થળે રાખવામાં આવેલા હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ દરેક વ્યક્તિએ ફરજિયાત કરવાનો રહેશે. સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે પરિસરમાં દર્શાવેલા વર્તુળ મુજબ જ કતારબદ્ધ ચાલવાનું રહેશે. હાલના સંજોગોને અનુલક્ષી મંદિરોમાં શ્રીફળ, પ્રસાદ, ફૂલહાર વગેરે ધરાવી શકાશે નહીં. સરકારના આદેશ અનુસાર, 65 વર્ષથી ઉપરના વડીલ, 10 વર્ષથી નાની વયના બાળક, ગર્ભવતી સ્ત્રીઓ તેમજ  કોમોર્બિડિટી ધરાવતી વ્યક્તિઓને સાથે ન લાવવા. શક્ય હોય તો આપના બુટ-ચપ્પલ સામાન, મોબાઈલ વગેરે પોતાના વાહનમાં જ રાખવા વિનંતી કરાઈ છે. આ સિવાય ભારત સરકાર તથા ગુજરાત સરકાર સમયાંતરે સુચનાઓ આપે તે પ્રમાણે વ્યવસ્થામાં ફેરફાર થતા રહેશે.