ધાર્મિકઃ શા માટે ઉજવાય છે મકર સંક્રાંતિનો પર્વ? જાણો આ દિવસનું પુણ્ય કાળ અને ગ્રહ યોગ

અટલ સમાચાર, ડેસ્ક મકર સંક્રાંતિ હિન્દુઓનું પ્રમુખ પર્વ હોય છે. પોષ મહિનામાં જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. ત્યારે આ પર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે મકર સંક્રાંતિનો પર્વ 14 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે. મકર સંક્રાંતિથી જ રૂતુ પરિવર્તન પણ થવા લાગે છે. આ દિવસે સ્નાન અને દાન-પુણ્ય જેવા કાર્યોનું વિશેષ મહત્વ માનવામાં આવે
 
ધાર્મિકઃ શા માટે ઉજવાય છે મકર સંક્રાંતિનો પર્વ? જાણો આ દિવસનું પુણ્ય કાળ અને ગ્રહ યોગ

અટલ સમાચાર, ડેસ્ક

મકર સંક્રાંતિ હિન્દુઓનું પ્રમુખ પર્વ હોય છે. પોષ મહિનામાં જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. ત્યારે આ પર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે મકર સંક્રાંતિનો પર્વ 14 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે. મકર સંક્રાંતિથી જ રૂતુ પરિવર્તન પણ થવા લાગે છે. આ દિવસે સ્નાન અને દાન-પુણ્ય જેવા કાર્યોનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે ખીચડી બનાવવા અને ખાવાનું પણ ખાસ મહત્વ હોય છે. આ કારણે આ પર્વને ઘણી જગ્યાઓ પર ખીચડીનો પર્વ પણ કહેવામાં આવે છે.

એવી માન્યતા છે કે, આ તહેવાર પર સૂર્ય દેવ પોતાના પુત્ર શનિને મળવા માટે આવે છે. સૂર્ય અને શનિનો સંબંધ આ પર્વથી હોવાના કારણે આ ખૂબ જ મહત્વપૂર્ણ થઈ જાય છે. સામાન્ય રીતે શુક્રનો ઉદય પણ લગભગ આ સમયે થાય છે. તથી અહીંયાથી શુભ કાર્યોની પણ શરૂઆત થાય છે. જો કુંડળીમાં સૂર્ય અથવા શનિની સ્થિતિ ખરાબ થઈ જાય તો આ પર્વ પર વિશેષ પ્રકારની પૂજાથી તેને ઠીક કરી શકાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ દિવસે પ્રાત: કાલ સ્નાન કરી લોટામાં લાલ ફૂલ અને અક્ષત નાખી સૂર્યને અર્ક આપો. સૂર્યના બી મંત્રનો જાપ કરો. શ્રીમદ ભાગવદના એક અધ્યાયનું પાઠ કરોં અથવા ગીતાનો પાઠ કરો. નવા અન્ન, કમ્બલ, તલ અને ઘીનું દાન કરો. ભોજનમાં નવા અન્નની ખીચડી બનાવો. ભોજન ભગવાનને સમર્પિત કરી પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો. સંધ્યા કાળમાં અન્નનું સેવન કરો. આ દિવસે કોઈ ગરીબ વ્યક્તિને વાસણ સહિત તલનું દાન કરવાથી શનિ સાથે જોડાયેલી દરેક પીડાને મુક્તિ મળે છે.

મકર સંક્રાંતિનું મહત્વ

મકર સંક્રાંતિના પર્વને ક્યાંકને ક્યાંક ઉતરાયણ પણ કહેવામાં આવે છે. મકર સંક્રાતિના દિવસે ગંગા સ્નાન, વ્રત, કથા, દાન અને ભગવાન સૂર્યદેવની ઉપાસના કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે કરવામાં આવેલ દાન અક્ષય ફળદાયી હોય છે. આ દિવસે શનિ દેવ માટે પ્રકાશનું દાન કરવુ પણ ઘણું શુભ હોય છે. પંજાબ યૂપી, બિહાર અને તમિલનાડુમાં આ સમયે ઘણા નવા પાક કાપવાના હોય છે. તેથી કિસાન આ દિવસને આભાર દિવસના રૂપમાં પણ ઉજવે છે. આ દિવસે તલ અને ગોળની બનેલી મીઠાઈ વહેંચવામાં આવે છે. તે સિવાય મકર સંક્રાંતિના દિવસે પતંગ ઉડાવાની પણ પરંપરા છે.

મકર સંક્રાંતિ મુહૂર્ત

પુણ્ય કાલ મુહૂર્ત: સવારે 08:03:07 થી 12:30:00 સુધી
મહાપુણ્ય કાલ મુહૂર્ત: સવારે 08:03:07 થી 08:27:07 સુધી
મકર સંક્રાંતિના શું કરશો?