ધાર્મિકઃ આ નિયમો સાથે આજથી સોમનાથ મંદિરની આરતીમાં ભક્તો હાજર રહી શકશે

અટલ સમાચાર, ડેસ્ક સોમનાથ દાદાના ભક્તો માટે સારા સમાચાર છે. આજથી એટલે શનિવારથી પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરની આરતીમા ભક્તો હાજર રહી શકશે. રાજયમાં કોરોનાનું સંક્રમણ ઘટતા મંદિરમાં થતી ત્રણેય આરતીમાં ભાવિકોને પ્રવેશ આપવાનો નિર્ણય લેવાયો છે. કોરોના મહામારીને કારણે મંદિરની આરતીમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, કોરોનાના લૉકડાઉનનો અમલ શરૂ
 
ધાર્મિકઃ આ નિયમો સાથે આજથી સોમનાથ મંદિરની આરતીમાં ભક્તો હાજર રહી શકશે

અટલ સમાચાર, ડેસ્ક

સોમનાથ દાદાના ભક્તો માટે સારા સમાચાર છે. આજથી એટલે શનિવારથી પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરની આરતીમા ભક્તો હાજર રહી શકશે. રાજયમાં કોરોનાનું સંક્રમણ ઘટતા મંદિરમાં થતી ત્રણેય આરતીમાં ભાવિકોને પ્રવેશ આપવાનો નિર્ણય લેવાયો છે. કોરોના મહામારીને કારણે મંદિરની આરતીમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, કોરોનાના લૉકડાઉનનો અમલ શરૂ થયો ત્યારથી જ મંદિરમાં પ્રવેશ બંધ કરાયો હતો. જે હવે શરૂ કરાયો છે. આજથી શિવ ભક્તોને આરતી સમયે સોમનાથ મંદિરકમાં પ્રવેશ આપવામાં આવશે પરંતુ કોઇને ગર્ભગૃહમાં ઊભા રહેવા દેવામાં નહીં આવે. સૌ ભક્તજનોએ પસાર થતા થતા આરતીનો લહાવો લેવાનો રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ ઉપરાંત અહલ્યાબાઈ મંદિર, રામ મંદિર, ગીતા મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, ભીડીયા મંદિરમાં પણ આરતીમાં પ્રવેશ આપવામાં આવશે તેમજ તારીખ 06 ફેબ્રુઆરીથી સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શનનો સમય સવારે 06 થી રાત્રે 10 વાગ્યાનો રહેશે. ફરજ પરના ટ્રસ્ટનાં કર્મચારીઓ, પોલીસ, એસ.આર.પી.ની સુચના અને વ્યવસ્થા પ્રમાણે લાઈનમાં ચાલતા રહીને જ આરતીમાં દર્શન કરવાના રહેશે.