રીપોર્ટ@અમદાવાદ: આજથી કોવેક્સિનનું ટ્રાયલ શરૂ, તમે પણ નોંધાવી શકો છો નામ

અટલ સમાચાર, ડેસ્ક ભારત બાયોટેક કંપની દ્વારા બનાવાયેલી કોવેક્સીન ગુજરાતમાં આવી ગઈ છે. આજે સવારે 9.30 વાગ્યાથી અમદાવાદ સોલાની સિવિલ હોસ્પિટલમાં વેક્સીન આપવાનું કામ શરૂ કરાયુ હતુ. ટ્રાયલ માટે 25 લોકોએ સોલા સિવિલ ખાતે નામ નોંધાવ્યા છે. જેઓને આજથી રસી આપવાનું શરૂ કરાયુ. સિવિલમાં રસીના કુલ 500 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી રોજ 20 તંદુરસ્ત
 
રીપોર્ટ@અમદાવાદ: આજથી કોવેક્સિનનું ટ્રાયલ શરૂ, તમે પણ નોંધાવી શકો છો નામ

અટલ સમાચાર, ડેસ્ક

ભારત બાયોટેક કંપની દ્વારા બનાવાયેલી કોવેક્સીન ગુજરાતમાં આવી ગઈ છે. આજે સવારે 9.30 વાગ્યાથી અમદાવાદ સોલાની સિવિલ હોસ્પિટલમાં વેક્સીન આપવાનું કામ શરૂ કરાયુ હતુ. ટ્રાયલ માટે 25 લોકોએ સોલા સિવિલ ખાતે નામ નોંધાવ્યા છે. જેઓને આજથી રસી આપવાનું શરૂ કરાયુ. સિવિલમાં રસીના કુલ 500 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી રોજ 20 તંદુરસ્ત લોકોને રસી અપાશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં આજથી કોવેક્સિન પર ટ્રાયલ શરૂ કરવામાં આવ્યુ છે. આ માત્ર રસીનું ટ્રાયલ છે. ફાઈનલ એપ્રુવલ બાદ જ ગુજરાતમાં લોકોને વેક્સીન આપવાનું શરૂ કરાશે. હોસ્પિટલમાં 1 વર્ષ સુધી રસીનું ટ્રાયલ ચાલશે. જેમાં ગુજરાતભરમાંથી 1 હજાર લોકો પર રસીનું ટ્રાયલ કરાશે. વોલન્ટિયર્સ તરીકે 16 થી 60 વર્ષની વચ્ચેના કોઈપણ પુરુષ કે મહિલા નામ નોંધાવી શકે છે. ક્લિનિકલ ટ્રાયલમાં વોલન્ટિયર્સની જરૂરી તમામ તપાસ અને તેમની લેખિત મંજૂરી પછી જ રસીનો પહેલો ડોઝ અપાશે. જેના એક મહિના બાદ બીજો ડોઝ આપવામાં આવશે. એક વર્ષ સુધી રસી લેનાર દર્દીનું પરીક્ષણ કરાશે. પ્રથમ તબક્કામાં 21 સેન્ટરમાંથી 130 હેલ્ધી વોલન્ટિયર્સનું ક્લિનિકલ ટ્રાયલ પૂરું કરાશે. આ દરમિયાન અન્ય વોલન્ટિયર્સ પર પણ ક્લિનિકલ ટ્રાયલ ચાલુ રહેશે.