રીપોર્ટ@અમદાવાદ: PM મોદી પહોંચ્યાં એરપોર્ટ, દાંડી બ્રિજથી દાંડી યાત્રાનું પ્રસ્થાન કરાવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક આવતા વર્ષે ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ અવસરને ખાસ બનાવવા માટે મોદી સરકાર દ્વારા અત્યારથી ખાસ આયોજન કરવામાં આવ્યુ છે. દેશમાં અત્યારે અમૃત મહોત્સવ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે પીએમ મોદી અમદાવાદની મુલાકાતે છે અને અમૃત મહોત્સવમાં આજે દાંડી માર્ચને લીલી ઝંડી બતાવશે.
 
રીપોર્ટ@અમદાવાદ: PM મોદી પહોંચ્યાં એરપોર્ટ, દાંડી બ્રિજથી દાંડી યાત્રાનું પ્રસ્થાન કરાવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આવતા વર્ષે ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ અવસરને ખાસ બનાવવા માટે મોદી સરકાર દ્વારા અત્યારથી ખાસ આયોજન કરવામાં આવ્યુ છે. દેશમાં અત્યારે અમૃત મહોત્સવ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે પીએમ મોદી અમદાવાદની મુલાકાતે છે અને અમૃત મહોત્સવમાં આજે દાંડી માર્ચને લીલી ઝંડી બતાવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પીએમ મોદી આજે અમદાવાદ આવી પહોંચ્યા છે. જ્યાં ગાંધી આશ્રમથી દાંડી માર્ચની શરૂઆત કરવામાં આવશે. દાંડી પૂલથી આ પ્રતીકાત્મક યાત્રા શરૂ કરવામાં આવશે જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સાથે જોડાવાના છે. અમદાવાદના સાબરમતી ગાંધીઆશ્રમનું સંપૂર્ણપણે નવીનિકરણ કરવા માટેનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. 57 એકરમાં આશરે રૂપિયા 1200 કરોડના ખર્ચે સમગ્ર ગાંધીઆશ્રમ સંકુલનો વૈશ્વિક સ્તરે વિકાસ કરાશે. સમગ્ર વિસ્તારને સાયલન્ટ ઝોન જાહેર કરવામાં આવશે અને તેની સાથે આશ્રમના મકાનોને હેરિટેજ સ્વરૂપ અપાશે. આ ઉપરાંત અહીં 5 વિશ્વસ્તરીય મ્યુઝિયમ અને ફોટો ગેલેરી બનાવાશે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મોરારજી દેસાઇની સમાધિ અભયઘાટનો વિકાસ કરાશે અને સાથે જ ગાંધી સંશોધન અને વિકાસ, વિસ્તાર માટે નવો વિભાગ શરૂ કરાશે. હરિજન આશ્રમ, ગૌશાળા ટ્રસ્ટ, ખાદી ભવનનો પણ વિસ્તાર થશે. ગાંધી આશ્રમના ડેવલપમેન્ટનો બેઝિક ડિઝાઈન પ્લાન પણ તૈયાર કરી દેવાયો છે અને તેને કેન્દ્ર સરકારમાં ફાઈનલ મંજૂરી માટે મોકલાયો છે. ગાંધી આશ્રમના ડેવલપમેન્ટ માટે ગુજરાતના બિમલ પટેલને જ કામગીરી સોંપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, દિલ્હીના નવા પાર્લામેન્ટ હાઉસ અને વારાણસીના કાશી વિશ્વનાથ મહાદેવના નવસર્જનની ડિઝાઈન કામગીરી બિમલ પટેલે જ સંભાળી છે.