રીપોર્ટ@અમદાવાદ: નવરાત્રી-દિવાળીમાં આતંકી સંગઠનોથી ખતરો, કમિશ્નરનું જાહેરનામું

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે અમદાવાદમાં નવરાત્રી-દિવાળી સહિતના તહેવારોને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જનતા માટે એક ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામામાં કેન્દ્રીય ગુપ્તચર એજન્સી દ્વારા અન્ય રાજ્ય સહિત ગુજરાતમાં પણ આતંકી સંગઠનો ખતરા મંડરાઇ રહ્યો હોવાની વાતને પુષ્ટી આપતા આંતકી ખતરાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. શહેરના મોટા કોમ્પ્લેક્સ, જવેલર્સ, સહિત
 
રીપોર્ટ@અમદાવાદ: નવરાત્રી-દિવાળીમાં આતંકી સંગઠનોથી ખતરો, કમિશ્નરનું જાહેરનામું

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે અમદાવાદમાં નવરાત્રી-દિવાળી સહિતના તહેવારોને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જનતા માટે એક ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામામાં કેન્દ્રીય ગુપ્તચર એજન્સી દ્વારા અન્ય રાજ્ય સહિત ગુજરાતમાં પણ આતંકી સંગઠનો ખતરા મંડરાઇ રહ્યો હોવાની વાતને પુષ્ટી આપતા આંતકી ખતરાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. શહેરના મોટા કોમ્પ્લેક્સ, જવેલર્સ, સહિત ચાર રસ્તા પર સીસીટીવી અને સિક્યુરિટી રાખવા માટે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@અમદાવાદ: નવરાત્રી-દિવાળીમાં આતંકી સંગઠનોથી ખતરો, કમિશ્નરનું જાહેરનામું

દેશ-દુનિયા સહિત કોરોનાનાં કારણે આ વર્ષે સમગ્ર રાજયમાં નવરાત્રી મહોત્સવનું આયોજન થઈ શકવાનું નથી. રાજય સરકારે કરેલી જાહેરાત બાદ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા નવરાત્રી અને દશેરાને અનુલક્ષીને આમ જનતા માટે ખાસ માર્ગદર્શીકા જાહેર કરી છે. તે પ્રમાણે અમદાવાદમાં જાહેર કે શેરી ગરબા સહીત કોઈ પણ પ્રકારના ગરબા યોજી શકાશે નહીં. કાર્યક્રમનો સમય 1 કલાકનો નિર્ધારીત રાખવામાં આવ્યો છે. પોલીસ તંત્રની પૂર્વ મંજુરી વગર જાહેરમાં ગરબી કે મૂર્તિની સ્થાપના કરીને માતાજીની પ્રતિમાની સ્થાપના કે આરતી કરી શકાશે નહી. કાર્યક્રમમાં ફોટોગ્રાફ અથવા મૂર્તિના ચરણ સ્પર્શ કરી શકાશે નહીં. પ્રસાદ વિતરણ પણ નહીં કરી શકાય, પૂજા-આરતીમાં વધુમાં વધુ 200 વ્યકિતઓ એકત્રીત થઈ શકશે નહીં. કાર્યક્રમનો સમય 1 કલાક સુધીનો રહેશે.