રીપોર્ટ@અમદાવાદ: પોલીસ સ્ટેશનમાંથી જ ડિટેઇન કરેલું બાઈક અજાણ્યા ઇસમો ચોરી ગયા

અટલ સમાચાર,ડેસ્ક ઓઢવ પોલીસ સ્ટેશનમાંથી બાઈક ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. ડિટેઇન કરેલી મોંઘી બાઇકની ચોરી થઈ હોવાની ફરિયાદ દોઢ વર્ષ બાદ ઓઢવ પોલીસે નોંધી છે. પોલીસ સ્ટેશનમાંથી જ ચોરાયલું બાઈક પોલીસે શોધતાં મળી ન આવતા ઓઢવ પોલીસ સ્ટેશનના જ પોલીસકર્મીએ હવે આ મામલે ચોરીની ફરિયાદ નોંધાવી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
રીપોર્ટ@અમદાવાદ: પોલીસ સ્ટેશનમાંથી જ ડિટેઇન કરેલું બાઈક અજાણ્યા ઇસમો ચોરી ગયા

અટલ સમાચાર,ડેસ્ક

ઓઢવ પોલીસ સ્ટેશનમાંથી બાઈક ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. ડિટેઇન કરેલી મોંઘી બાઇકની ચોરી થઈ હોવાની ફરિયાદ દોઢ વર્ષ બાદ ઓઢવ પોલીસે નોંધી છે. પોલીસ સ્ટેશનમાંથી જ ચોરાયલું બાઈક પોલીસે શોધતાં મળી ન આવતા ઓઢવ પોલીસ સ્ટેશનના જ પોલીસકર્મીએ હવે આ મામલે ચોરીની ફરિયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહીસાગરના બાલાસિનોરના રહેવાસી મહંમદ જુનેદની RTO નંબર પ્લેટ વગરની બાઈક ઓઢવ રિંગ રોડ પરથી પોલીસે 15 મે 2019ના જપ્ત કરી હતી. બાઈકને પોલીસે ડિટેઇન કરી અને ઓઢવ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં મૂક્યું હતું. બાદમાં તેઓ દોહા ખાતે કામ અર્થે ગયા હતા. લોકડાઉન બાદ 10 જૂન 2020ના રોજ તેઓ ઓઢવ પોલીસ સ્ટેશનમાં બાઈક લેવા આવ્યા હતા ત્યારે પોલીસ સ્ટેશનમાં PSOએ બાઈક પોલીસ સ્ટેશનમાં નથી તેમ કહ્યું હતું. બાઈક મળશે તો તમને જાણ કરીશું એમ કહ્યું હતું. જો કે ઓઢવ પોલીસને બાઈક મળી આવ્યું ન હતું.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, પોલીસની તપાસ કરતાં આજદિન સુધી ઓઢવ પોલીસને ડિટેઇન કરેલું બાઈક ન મળી આવતા છેવટે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઓઢવ પોલીસસ્ટેશનના પીઆઇએ જણાવ્યું હતુ કે, બાઇક ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસસ્ટેશનના પીએસઓ ફરિયાદી બન્યા છે. વાહન માલિકનું વાહન ડિટેઇન કરી પોલીસસ્ટેશન રખાયું હતું. બાદમાં તેઓ ઘણા સમય સુધી લેવા આવ્યા નહોતા. અને બાદમાં લોકડાઉન સમયે લેવા આવ્યા ત્યારે વાહન છોડવાનું ન હોવાથી તેઓ પરત ગયા હતા અને બાદમાં તપાસમાં સામે આવ્યું કે બાઇક ચોરી થઈ હતી. પોલીસ સ્ટેશનની બાજુમાં કન્સ્ટ્રકશન કામ ચાલતું હોવાથી બીજો સાઈડનો દરવાજો ખુલ્લો હોવાથી વાહન ત્યાંથી ચોરી થયું હોવાની શક્યતા જણાઈ રહી છે.