રીપોર્ટ@અંબાજી: ધનવંતરી રથ દ્રારા કોરોના ટેસ્ટ, આજે 7 લોકો પોઝિટીવ જાહેર

અટલ સમાચાર, અંબાજી (અરવિંદ અગ્રવાલ) કોરોના મહામારી વચ્ચે અંબાજીમાં આજે નવા 7 કેસ સામે આવતાં સંબંધિતો ચોંકી ઉઠ્યા છે. અંબાજીમાં કોરોના વચ્ચે પણ દર્શનાર્થીઓ આવતાં હોઇ સતત સંક્રમણ વધી રહ્યુ હોવાનું મનાઇ રહ્યુ છે. આ તરફ આજે ધનવંતરી રથ દ્રારા ટેસ્ટિંગ દરમ્યાન નવા 7 લોકો પોઝિટીવ જાહેર થયા છે. આજે નોંધાયેલા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં
 
રીપોર્ટ@અંબાજી: ધનવંતરી રથ દ્રારા કોરોના ટેસ્ટ, આજે 7 લોકો પોઝિટીવ જાહેર

અટલ સમાચાર, અંબાજી (અરવિંદ અગ્રવાલ)

કોરોના મહામારી વચ્ચે અંબાજીમાં આજે નવા 7 કેસ સામે આવતાં સંબંધિતો ચોંકી ઉઠ્યા છે. અંબાજીમાં કોરોના વચ્ચે પણ દર્શનાર્થીઓ આવતાં હોઇ સતત સંક્રમણ વધી રહ્યુ હોવાનું મનાઇ રહ્યુ છે. આ તરફ આજે ધનવંતરી રથ દ્રારા ટેસ્ટિંગ દરમ્યાન નવા 7 લોકો પોઝિટીવ જાહેર થયા છે. આજે નોંધાયેલા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડવા કવાયત શરૂ કરવામાં આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના યાત્રાધામ અંબાજીમાં આજે કોરોના વાયરસના નવા 7 કેસ સામે આવ્યા છે. ધનવંતરી રથ દ્વારા 30 જેટલા ટેસ્ટ કર્યા બાદ તેમાં 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. અંબાજી પંથકમાં આજ સુધી આરોગ્ય દ્વારા 1101 ટેસ્ટ કરાયા છે. અંબાજીમાં આજ સુધી કુલ 63 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 38 દર્દી રિકવર થયા તો 25 કેસ એક્ટિવ છે. જેમાંથી 22 કોરોના પોઝિટિવ દર્દીઓને હોમ આઇસોલેસન કરાયા છે ત્યારે 3 દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે અંબાજીનાં આઠ નંબર રામનગર સોસાયટી, જય અંબે સોસાયટી, બ્રહ્મપુરીવાસ, હીરાગર વાસ, ભાટવાસ, શક્તિધારા સહિતના વિસ્તારમાં પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે અંબાજીના મહત્તમ વિસ્તારોમાં પોઝિટીવ કેસોની સંખ્યામાં વધારો થતાં લોકોમાં પણ ભયભીતિ સેવાઈ રહી છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા તમામ વિસ્તારોમાં સેનેટાઇઝેશનની કવાયત શરૂ કરવામાં આવી હતી.