રીપોર્ટ@અંબાજી: નવનિયુક્ત રાજ્યસભા સાંસદ દિનેશ અનાવાડીયા માં અંબાના દર્શનાર્થે પહોંચ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ વચ્ચે આજે બિનહરીફ અને નવનિયુક્ત રાજ્યસભા સાંસદ અંબાજી માં અંબાના દર્શનાર્થે પહોંચ્યાં હતા. અંબાજી વિશ્રામ ગૃહ ખાતે પહોચતાં અંબાજી અને દાંતા ભાજપા મંડળના અગ્રણી પદાધિકારીઓને કાર્યકર્તાઓએ દિનેશ અનાવાડીયાનું ખેસ, ફુલહાર તેમજ સાલ ઓઢાડી માથે પાઘડી પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ નવનિયુક્ત સાંસદ દિનેશ અનાવાડિયા પોતાના પરિવાર
 
રીપોર્ટ@અંબાજી: નવનિયુક્ત રાજ્યસભા સાંસદ દિનેશ અનાવાડીયા માં અંબાના દર્શનાર્થે પહોંચ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ વચ્ચે આજે બિનહરીફ અને નવનિયુક્ત રાજ્યસભા સાંસદ અંબાજી માં અંબાના દર્શનાર્થે પહોંચ્યાં હતા. અંબાજી વિશ્રામ ગૃહ ખાતે પહોચતાં અંબાજી અને દાંતા ભાજપા મંડળના અગ્રણી પદાધિકારીઓને કાર્યકર્તાઓએ દિનેશ અનાવાડીયાનું ખેસ, ફુલહાર તેમજ સાલ ઓઢાડી માથે પાઘડી પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ નવનિયુક્ત સાંસદ દિનેશ અનાવાડિયા પોતાના પરિવાર સાથે માં અંબાના દર્શનાર્થે મંદિર પહોંચ્યા હતા. આ સાથે માતાજીની ગાદી ઉપર પણ ભટ્ટજી મહારાજ પાસેથી રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ લીધા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@અંબાજી: નવનિયુક્ત રાજ્યસભા સાંસદ દિનેશ અનાવાડીયા માં અંબાના દર્શનાર્થે પહોંચ્યાં

રાજ્યસભાના નવનિયુક્ત સાંસદ દિનેશ અનાવાડીયાએ માં અંબાના દર્શન કરી પોતાને બિનહરીફ રાજસભાના સાંસદ તરીકે નિયુક્તિ કરાવા તમામ રાજ્ય અને કેન્દ્રીય નેતાઓનો આભાર માન્યો હતો. આ સાથે જણાવ્યું હતું કે, કોંગ્રેસે હવે મેદાન છોડી દીધું છે અને જેને લઈ મારી સામે પણ ફોર્મ ભરી શકી ન હતી. જેના કારણે હાલની તાલુકા પંચાયત જિલ્લા પંચાયતને પાલિકાઓની ચૂંટણીમાં ભાજપ વિજય બનશે અને તેના માટે મતદારોને સંપૂર્ણ મતદાન કરવા અપીલ કરી હતી.

રીપોર્ટ@અંબાજી: નવનિયુક્ત રાજ્યસભા સાંસદ દિનેશ અનાવાડીયા માં અંબાના દર્શનાર્થે પહોંચ્યાં
જાહેરાત