રીપોર્ટ@અંબાજી: કોરોના આફત વચ્ચે જીપમાં ભરચક મુસાફરો બેઠાં, ભયની સ્થિતિ

અટલ સમાચાર, અંબાજી(અરવિંદ અગ્રવાલ) કોરોના મહામારી વચ્ચે યાત્રાધામ અંબાજીમાં જીપચાલકો બેફામ બની લોકોને જીવના જોખમે મુસાફરી કરાવી રહ્યા છે. હાલની પરિસ્થિતિને લઇ કોરોનાથી બચવા સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી હોવા છતાં તેના ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા છે. અંબાજીને જોડતા માર્ગો પર જીપચાલકો ખીચોખીચ અને જીપની ઉપર પણ મુસાફરો બેસાડી પસાર થઇ રહ્યા છે. જેને લઇ કોરોના વાયરસ
 
રીપોર્ટ@અંબાજી: કોરોના આફત વચ્ચે જીપમાં ભરચક મુસાફરો બેઠાં, ભયની સ્થિતિ

અટલ સમાચાર, અંબાજી(અરવિંદ અગ્રવાલ)

કોરોના મહામારી વચ્ચે યાત્રાધામ અંબાજીમાં જીપચાલકો બેફામ બની લોકોને જીવના જોખમે મુસાફરી કરાવી રહ્યા છે. હાલની પરિસ્થિતિને લઇ કોરોનાથી બચવા સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી હોવા છતાં તેના ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા છે. અંબાજીને જોડતા માર્ગો પર જીપચાલકો ખીચોખીચ અને જીપની ઉપર પણ મુસાફરો બેસાડી પસાર થઇ રહ્યા છે. જેને લઇ કોરોના વાયરસ ફેલાવાની અને અકસ્માતને લઇ ભયની સ્થિતિ ઉભી થઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@અંબાજી: કોરોના આફત વચ્ચે જીપમાં ભરચક મુસાફરો બેઠાં, ભયની સ્થિતિ

બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાના પવિત્ર યાત્રાધામમાં અંબાજીમાં કોરોના આફત વચ્ચે જીપમાં ભરચક મુસાફરો બેઠાં હોવાની તસવીર અટલ સમાચારના કેમેરામાં કેદ થઇ છે. મહામારી હોઇ તંત્ર દ્રારા લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે. આમ છતાં દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં બેફામ બનેલા જીપચાલકો સામે આરટીઓ અધિકારી અને પોલીસતંત્ર આંખ આડા કાન કરી રહ્યા હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે.

રીપોર્ટ@અંબાજી: કોરોના આફત વચ્ચે જીપમાં ભરચક મુસાફરો બેઠાં, ભયની સ્થિતિ

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, જીપચાલકો વધારે પૈસા કમાવાની લાલચમાં પ્રજાને મોતની મુસાફરી કરાવી રહ્યા છે. અંબાજી-હડાદ-વિરમપુર અને દાંતા જેવા અનેકો વિસ્તારમાં બેફામ રીતે જીપની ઉપર અને પાછળની સાઇડે લટકાવી અને મોતની મુસાફરી કરાવી રહ્યા છે. આ સાથે હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસ ના સંદર્ભે સરકાર દ્વારા આપેલી સૂચનોનું પણ ખુલ્લેઆમ ઉલ્લંઘન થઇ રહ્યુ છે. આવામાં શું ફક્ત અકસ્માત સર્જાય ત્યારે તંત્ર પોતાની સક્રિયતા દાખવે ? તેવો સવાલ પંથકમાં ઉઠી રહ્યો છે.