રીપોર્ટ@અંબાજી: લોકડાઉનમાં બંધ કરાયેલ રેલ્વેનું ટીકીટ આરક્ષણ કેન્દ્ર ફરી શરૂ થયું

અટલ સમાચાર, અંબાજી (અરવિંદ અગ્રવાલ) અંબાજી મંદીર સંકુલમાં રેલ્વે દ્રારા ફરી એકવાર ટીકીટ આરક્ષણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ છે. ગત દિવસોએ કોરોના મહામારી વચ્ચે તંત્ર દ્રારા બંધ કરવામાં આવેલ ટીકીટ આરક્ષણ કેન્દ્ર ફરી શરૂ કરવામાં આવતાં યાત્રિકોને રાહત મળી છે. દર્શનાર્થે આવતાં યાત્રિકોને ટીકીટ બુકિંગ કરાવવા કે અન્ય માહિતી માટે રેલ્વે સ્ટેશન સુધી લાંબુ ન
 
રીપોર્ટ@અંબાજી: લોકડાઉનમાં બંધ કરાયેલ રેલ્વેનું ટીકીટ આરક્ષણ કેન્દ્ર ફરી શરૂ થયું

અટલ સમાચાર, અંબાજી (અરવિંદ અગ્રવાલ)

અંબાજી મંદીર સંકુલમાં રેલ્વે દ્રારા ફરી એકવાર ટીકીટ આરક્ષણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ છે. ગત દિવસોએ કોરોના મહામારી વચ્ચે તંત્ર દ્રારા બંધ કરવામાં આવેલ ટીકીટ આરક્ષણ કેન્દ્ર ફરી શરૂ કરવામાં આવતાં યાત્રિકોને રાહત મળી છે. દર્શનાર્થે આવતાં યાત્રિકોને ટીકીટ બુકિંગ કરાવવા કે અન્ય માહિતી માટે રેલ્વે સ્ટેશન સુધી લાંબુ ન થવુ પડે તે માટે શરૂ કરવામાં આવેલ ટીકીટ આરક્ષણ કેન્દ્ર આજે ફરી શરૂ થતાં યાત્રિકોને આ સેવાનો લાભ મળશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં વર્ષે-દહાડે લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતાં હોય છે. આ યાત્રિકો માટે નજીકનું રેલ્વે સ્ટેશન આબુરોડ હોઇ રેલ્વે તંત્ર દ્રારા અગાઉ યાત્રિકોને ટીકીટ બુકીંગ કે અન્ય કામ માટે છેક રેલ્વે સ્ટેશન લાંબુ ના થવુ પડે તે માટે મંદીર સંકુલમાં જ ટીકીટ આરક્ષણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ હતુ. જોકે કોરોનાકાળમાં રેલ્વે સેવા બંધ થતાં ટીકીટ આરક્ષણ કેન્દ્ર પણ બંધ કરવામાં આવ્યુ હતુ. જોકે હવે રેલ્વે સેવાઓ ફરી શરૂ થતાં ફરી એકવાર ટીકીટ આરક્ષણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ છે.

રીપોર્ટ@અંબાજી: લોકડાઉનમાં બંધ કરાયેલ રેલ્વેનું ટીકીટ આરક્ષણ કેન્દ્ર ફરી શરૂ થયું

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અનલોકમાં સરકાર દ્વારા લાંબા અંતરની ટ્રેનો પુન: શરૂ કરવામાં આવતાં આ ટીકીટ આરક્ષણ કેન્દ્ર પણ ફરી શરૂ કરાયુ છે. જેથી હવે યાત્રાળુઓને સાથે સ્થાનિક પ્રજાને પણ આ સેવાનો લાભ મળશે. આ સાથે રેલવે ટીકીટ બુકિંગ માટે તેમજ તત્કાલ બુકીંગ જેવી સેવાઓના કામ માટે અંબાજીથી 20 કિલોમીટર દૂર જવું પડશે નહીં. આ ટીકીટ આરક્ષણ કેન્દ્ર ફરીથી શરૂ થતાં સ્થાનિકોને ખૂબ જ મદદરૂપ થશે અને તેમને રેલવેની યાત્રા માટે ટિકિટ રિઝર્વેશનમાં અને અન્ય કામગીરીમાં ખૂબ જ રાહત રૂપ બનશે.