રીપોર્ટ@આણંદ: જમીન વિકાસ નિગમના કર્મચારી પાસેથી 8 કરોડની બેનામી મિલકત મળી

અટલ સમાચાર, આણંદ કોરોના મહામારી વચ્ચે ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમમાં એક પછી એક ભ્રષ્ટાચાર અને અધિકારીઓની અપ્રમાણસર મિલકતો બહાર આવી રહી છે. આ તરફ વધુ એક ક્લાસ વર્ગ-૩ના અધિકારીની કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત એ.સી.બી.ના ટાંચમાં લઇ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો આણંદમાં ગુજરાત વર્ગ-3ના કર્મચારી ધીરૂભાઈ
 
રીપોર્ટ@આણંદ: જમીન વિકાસ નિગમના કર્મચારી પાસેથી 8 કરોડની બેનામી મિલકત મળી

અટલ સમાચાર, આણંદ

કોરોના મહામારી વચ્ચે ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમમાં એક પછી એક ભ્રષ્ટાચાર અને અધિકારીઓની અપ્રમાણસર મિલકતો બહાર આવી રહી છે. આ તરફ વધુ એક ક્લાસ વર્ગ-૩ના અધિકારીની કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત એ.સી.બી.ના ટાંચમાં લઇ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આણંદમાં ગુજરાત વર્ગ-3ના કર્મચારી ધીરૂભાઈ શર્માની 8 કરોડ 4 લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી છે. જેમાં ત્રણ વર્ષમાં 1 કરોડ 18 લાખ રોકડ રકમ તેમજ જુદા-જુદા બેંક એકાઉન્ટમાં જમા તેમજ રોકડ રકમની સ્થાવર મિલકત ખરીદી અને ખર્ચ 1.10 કરોડ ખર્ચ મળી આવ્યો છે. ખેડામાં કરોડો રૂપિયાની કિંમતનો જલાશ્રય રિસોર્ટ અને લક્ઝુરિયસ કાર મળી આવી છે. જોકે આરોપી ધીરૂ શર્માએ ખેડા, નડિયાદમાં અલગ અલગ મિલકતો પોતાના કૌટુંબિકના નામે લીધી હોવાનું સામે આવ્યું છે. જેમાં હજી પણ કેટલીક મિલકત છે જે મામલે એસીબી ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી દીધી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, જમીન વિકાસ નિગમના ભ્રષ્ટાચાર આચરી કરોડો રૂપિયાની મિલકત વસાવનાર 14 જેટલા અધિકારીઓ એસીબીના સકંજામાં આવી ચુક્યા છે. જોકે જમીન વિકાસ નિગમના અનેક અધિકારીઓ ભ્રષ્ટાચાર કેસમાં સંડોવાયેલા છે. જેમાં ત્રણ વર્ષમાં 56 જેટલા કેસ કરીને કલાસ વર્ગ-1 અધિકારીઓથી લઈ વચેટીયાઓ સહિત 285 લોકો ધરપકડ કરવામાં આવી છે.