રીપોર્ટ@અરવલ્લી: જીલ્લામાં સંક્રમણ કાબૂ બહાર, આજે નવા 4 કેસ નોંધાયા

અટલ સમાચાર, મોડાસા કોરોના મહામારી વચ્ચે અરવલ્લી જીલ્લામાં આજે નવા 4 કેસ નોંધાયા છે. અનલોકમાં મળેલી છૂટ અને ક્યાંકને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સનો ભંગ સહિત માસ્ક નહિ પહેરવાને કારણે સંક્રમણ સતત વધી રહ્યુ છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડી સંબંધિત વિસ્તારોમાં સેનેટાઇઝેશન સહિતની કવાયત શરૂ કરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
રીપોર્ટ@અરવલ્લી: જીલ્લામાં સંક્રમણ કાબૂ બહાર, આજે નવા 4 કેસ નોંધાયા

અટલ સમાચાર, મોડાસા

કોરોના મહામારી વચ્ચે અરવલ્લી જીલ્લામાં આજે નવા 4 કેસ નોંધાયા છે. અનલોકમાં મળેલી છૂટ અને ક્યાંકને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સનો ભંગ સહિત માસ્ક નહિ પહેરવાને કારણે સંક્રમણ સતત વધી રહ્યુ છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડી સંબંધિત વિસ્તારોમાં સેનેટાઇઝેશન સહિતની કવાયત શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લામાં આજે કોરોના વાયરસના નવા 4 કેસ સામે આવ્યા છે. જેમાં મોડાસાની ગ્રીન સિટીમાં 1, મેઘરજના ધોરાલ અને ગેડમાં 1-1 જ્યારે ભિલોડાના કુલ્લા કુશ્કીમાં કૉરોનાનો 1 કેસ મળી કુલ 4 પોઝીટીવ કેસ નોંધાયા છે. આ સાથે જ જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટને કારણે સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યુ હોવાનું સ્પષ્ટ થયુ છે.