રીપોર્ટ@બનાસકાંઠા: એકસાથે 17 કેસને કારણે અનેક સંક્રમિતો આવશે

અટલ સમાચાર, મહેસાણા બનાસકાંઠામાં ગઇકાલે એકસાથે 17 કેસ આવતાં અનેક નવા સંક્રમિત બહાર આવી શકે છે. ગઇકાલે સાંજે પાલનપુરમાં 8, ડીસામાં 4, વડગામમાં 2, ધાનેરામાં 2, કાણોદરમાં 1 મળી કુલ 17 કેસ સામે આવતાં આરોગ્ય તંત્રમાં સંક્રમિતોને શોધવા ભારે દોડધામ મચી છે. આ તરફ ગઇકાલે પોઝિટીવ આવેલા દર્દીના વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
 
રીપોર્ટ@બનાસકાંઠા: એકસાથે 17 કેસને કારણે અનેક સંક્રમિતો આવશે

અટલ સમાચાર, મહેસાણા

બનાસકાંઠામાં ગઇકાલે એકસાથે 17 કેસ આવતાં અનેક નવા સંક્રમિત બહાર આવી શકે છે. ગઇકાલે સાંજે પાલનપુરમાં 8, ડીસામાં 4, વડગામમાં 2, ધાનેરામાં 2, કાણોદરમાં 1 મળી કુલ ‌17 કેસ સામે આવતાં આરોગ્ય તંત્રમાં સંક્રમિતોને શોધવા ભારે દોડધામ મચી છે. આ તરફ ગઇકાલે પોઝિટીવ આવેલા દર્દીના વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. સાથે તમામને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લામાં ગઇકાલે 17 કેસ સામે આવતાં સંક્રમણની ચેન તોડવી જરૂરી બન્યુ છે. પાલનપુરની શ્રધ્ધા સોસાયટીમાં યુવક, શાસ્ત્રીનગરમાં વૃદ્ધ, કણોદર હાઈવેની સોસાયટીમાં યુવતી, ગઠામણ દરવાજા વિસ્તારમાં આધેડ – યુવતી, હરિૐ સોસાયટી વૃદ્ધ, સમર્પણ સોસાયટીમાં આધેડ, ન્યુ અમનપાર્ક સોસાયટીમાં યુવતી- યુવક, બેચરપુરામાં મહિલા, પાલનપુરના બાદરગઢમાં આધેડ, ડીસા જોગકૃપા સોસાયટીમાં યુવતી, મોટીધાણીમાં યુવક, સહિત વડગામ માં બે વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

રીપોર્ટ@બનાસકાંઠા: એકસાથે 17 કેસને કારણે અનેક સંક્રમિતો આવશે
File Photo

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ગઇકાલે 17 કેસ આવતાં હવે નવા સંક્રમિતોનો ઉમેરો થઇ શકે છે. જેને લઇ આરોગ્ય તંત્ર દ્રારા તાત્કાલિક કોરોનાગ્રસ્ત લોકોના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે. આ તરફ પાલનપુર ખાતે સિટી લાઈટ વિસ્તારમાં ડાયમન્ડ માર્કેટમાં તૈયાર હીરા તેમજ કાચા માલની ખરીદ-વેચ કરવામાં આવે છે. જોકે, વર્તમાન કોરોનાની સ્થિતિમાં આગામી પંદર દિવસ સુધી બજાર બંધ રાખવામાં આવનાર છે. કોરોનાના કહેર વચ્ચે હીરા બજાર સાથે સંકળાયેલા વ્યક્તિઓને તાવની અસર થતાં હીરા બજાર 15 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગઇકાલે સાંજે નોંધાયેલા કેસોની વિગતો

  • લક્ષ્મીચંદ પરસોત્તમદાસ હેરુવાલા(63), રહે. શાસ્ત્રીનગર
  • દિપ્તીબેન કલ્પેશભાઇ સોની(35), રહે. ગઠામણ દરવાજા
  • મહેદીભાઇ નમનાજીભાઇ ઉમતીયા(48), રહે. કાણોદર
  • કલ્પેશભાઇ જગદીશભાઇ સોની(50), રહે. ગઠામણ દરવાજા
  • જતીનકુમાર પ્રવિણભાઇ ધારાણી(39), રહે. પાલનપુર
  • અરૂણાબેન કેતનભાઇ મોઢ(47), રહે. ડીસા
  • જગદીશભાઇ અમરાજી પરમાર(39), રહે.મોટીઘાણી
  • અબ્દુલતીફ ગનીભાઇ ખોરજીયા(51) રહે.બાદરગઢ
  • ઇર્ષાદ મોયુદ્દિન બાગવાન(24), ધાનેરા
  • ઇમરાન મોયુદ્દિન બાગવાન(12), ધાનેરા
  • કમલેશભાઇ કનુભાઇ સોની (52), રહે.પાલનપુર
  • સુમયાબાનુ મહમંદલીયાસ મનસુરી(40), પાલનપુર
  • હરિસિંગ ખુબચંદ ઉદાવ(70), રહે.હરીઓમ સોસાયટી પાલનપુર
  • ગીતાબેન અરવિંદકુમાર સોની(56), બેચરપુરા, પાલનપુર
  • ઇલયાસ ગુલામનબી મનસુરી(42),રહે.પાલનપુર
  • રહેમચઉલ્લા મેમાચાઇ વરાલિયા(46), રહે.કરશનપુર, વડગામ
  • નયનાબેઠ ડી ઠક્કર(40), રહે. શ્યામ બંગ્લોઝ ડીસા