રીપોર્ટ@બનાસકાંઠા: અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો યોજાશે ? મેળો શરૂ થવાના 27 દિવસ બાકી

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર રાજ્યમાં હાલ તો કોરોના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે આગામી સમયમાં અંબાજીના ભાદરવી પૂનમના મહામેળાને કોરોનાનું ગ્રહણ નડી શકે છે. વર્ષે અંબાજી ભાદરવી પૂનમનો મેળો 13 થી 20 સપ્ટેમ્બર 2021 દરમ્યાન આવે છે. જોકે, મેળો યોજાય એવી કોઈ શકયતા જણાતી નથી. આ અંગે રાજ્ય સરકાર તેમજ કલેક્ટર
 
રીપોર્ટ@બનાસકાંઠા: અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો યોજાશે ? મેળો શરૂ થવાના 27 દિવસ બાકી

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

રાજ્યમાં હાલ તો કોરોના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે આગામી સમયમાં અંબાજીના ભાદરવી પૂનમના મહામેળાને કોરોનાનું ગ્રહણ નડી શકે છે. વર્ષે અંબાજી ભાદરવી પૂનમનો મેળો 13 થી 20 સપ્ટેમ્બર 2021 દરમ્યાન આવે છે. જોકે, મેળો યોજાય એવી કોઈ શકયતા જણાતી નથી. આ અંગે રાજ્ય સરકાર તેમજ કલેક્ટર મેળા મામલે આખરી નિર્ણય કરશે. કલેકટરે કહ્યું કે, ભાદરવી પૂનમના મેળા અંગેની વિચારણા અંગેનો નિર્ણય રાજ્યકક્ષાએથી લેવાશે. મંદિરના પૂજારી ભટ્ટજી મહારાજ અલ્પેશભાઈએ જણાવ્યું કે, ‘મેળો શ્રદ્ધાની દ્રષ્ટિએ યોજવો જોઈએ પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોખમી પણ એટલો ગણાય’.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લામાં આવેલ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ચાલુ વર્ષે ભાદરવી પૂનમનો મેળો 13 થી 20 સપ્ટેમ્બર 2021 દરમ્યાન આવે છે. જોકે, મેળો યોજાય એવી કોઈ શકયતા જણાતી નથી, આ સાથે સરકાર દ્વારા પણ હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. મહામેળો યોજાશે કે નહિ ? આ બાબતે વિશ્વભરમાં વસતા સેંકડો શ્રદ્ધાળુઓમાં અસમંજસ્ય જોવા મળી રહ્યુ છે. જોકે મેળાને લઈ તંત્રે એક પણ બેઠક ન યોજતા એ સાબિત થઈ ગયું છે કે, આ વર્ષે પણ મેળો નહીં જ યોજાય.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સેંકડો શ્રદ્ધાળુઓ માટે યાત્રાધામ અંબાજીમાં ભરાતો ભાદરવી મેળો માઈ ભક્તો મહત્વ ધરાવે છે. ભાદરવી મેળો શરૂ થવામાં 27 દિવસ બાકી રહ્યાં છે. દરવર્ષે વહીવટી તંત્ર દ્વારા છ માસ અગાઉ જ મેળાની તૈયારીઓ શરૂ કરાતી હોય છે. પરંતુ હાલ વહીવટી તંત્રમાં મેળાની તૈયારીને લઇને કોઇ જ ચહલપહલ જોવા મળતી નથી. ભાદરવી પૂનમનો મેળો યોજવા અંગે વહીવટી તંત્ર હાલ સરકારના નિર્ણયની રાહ જોઇ રહ્યું છે. પરંતુ, વહીવટી તંત્રના મોટાભાગના અધિકારીઓ મેળો ન યોજવા અંગે એક જ સૂર આલાપી રહ્યાં છે. કે મેળો યોજાવો જોઇએ નહીં. કારણ કે, કોરોના મહામારીમાં મેળો યોજવા હિતાવહ નથી.