રીપોર્ટ@બનાસકાંઠા: વરસાદની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો, ખેડૂતો ચિંતિત બન્યાં

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી બનાસકાંઠા જીલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. આ તરફ ડીસા પંથકમાં આ વખતે બટાકાના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. બીજી તરફ વાદળછાયું વાતાવરણ થતા ખેડૂતોના ચહેરા પર ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા ખેડૂતો ફરી
 
રીપોર્ટ@બનાસકાંઠા: વરસાદની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો, ખેડૂતો ચિંતિત બન્યાં

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી બનાસકાંઠા જીલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. આ તરફ ડીસા પંથકમાં આ વખતે બટાકાના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. બીજી તરફ વાદળછાયું વાતાવરણ થતા ખેડૂતોના ચહેરા પર ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા ખેડૂતો ફરી એકવાર ચિંતિત બન્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ વાતાવરણમાં પલટો જોવા મલ્યો છે. આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ થઇ જતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. જો કમોસમી માવઠું થશે તો બટાટાઅને જીરાના પાકને નુકસાન થવાની શક્યતા છે. ડીસા પંથકમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ થઇ ગયું છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા ખેડૂતો ફરી એકવાર ચિંતિત બન્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, હજુ પણ 50 લાખથી પણ વધુ બટાટાના કટટા ખેતરમાં પડ્યા છે. કમોસમી માવઠું થાય તો ખેતરોમાં પડેલા બટાકાને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. નોંધનિય છે કે, હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 19 અને 20 માર્ચના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવશે. આ સાથે કમોસમી વરસાદ પણ પડી શકે છે. થન્ડરસ્ટોર્મના કારણે પૂર્વ ગુજરાત અને દક્ષિણ પૂર્વ ગુજરાતમાંના કેટલાક વિસ્તરમાં 40 કિલોમીટર ઝડપે પવન સાથે સામાન્ય વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.