રિપોર્ટ@બનાસકાંઠા: છૂપા કોરોના કેસની શક્યતા વચ્ચે ગુટખાની છૂટ ચિંતાજનક

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર) કોરોના મહામારીને કારણે ભારતમાં લોકડાઉન 1,2,3 અને ચોથું લોકડાઉન તા.31 સુધી આપેલું છે. પણ આ ચોથા લોકડાઉનમાં જીવન જરૂરિયાત અને પ્રાથમિક સુવિધાઓ માટે સોસીયલ ડિસ્ટન્સ, માસ્ક સહિતની શરતોને આધીન છૂટછાટો અપાઈ છે. જેમાં તમાકુ, બીડી, ગુટખા, પાન મસાલા માટેની જે છૂટ અપાઈ તે અંગે સરકારની મજબૂરી છતી થાય છે. લોકડાઉનની શરૂઆતમાં
 
રિપોર્ટ@બનાસકાંઠા: છૂપા કોરોના કેસની શક્યતા વચ્ચે ગુટખાની છૂટ ચિંતાજનક

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

કોરોના મહામારીને કારણે ભારતમાં લોકડાઉન 1,2,3 અને ચોથું લોકડાઉન તા.31 સુધી આપેલું છે. પણ આ ચોથા લોકડાઉનમાં જીવન જરૂરિયાત અને પ્રાથમિક સુવિધાઓ માટે સોસીયલ ડિસ્ટન્સ, માસ્ક સહિતની શરતોને આધીન છૂટછાટો અપાઈ છે. જેમાં તમાકુ, બીડી, ગુટખા, પાન મસાલા માટેની જે છૂટ અપાઈ તે અંગે સરકારની મજબૂરી છતી થાય છે. લોકડાઉનની શરૂઆતમાં તમાકુ અને તેની બનાવટો ઉપર સરકારે 1 વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો હતો. 55 દિવસના લોકડાઉન દરમ્યાન ગુજરાતમાં ઘણીખરી જગ્યાએ તમાકુ-ગુટખાનો મોટો જથ્થો ઝડપી પોલીસે ફોજદારી કાર્યવાહી પણ કરી હતી. લોકડાઉન 4.0ની શરૂઆતથી સરકારે જીવન જરૂરિયાતની સેવાઓ અને આવશ્યક વસ્તુઓ તેમ જ પ્રાથમિક સુવિધાઓ શરૂ કરવા જે છૂટછાટો આપી તે જરૂરી છે. પરંતુ સાથે તમાકુ, ગુટખા, બીડી તેમજ પાન મસાલાની દુકાનોને પણ જે છુટ્ટી આપી તે આશ્ચર્યજનક છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના વાયરસના હાહાકાર વચ્ચે એક બાજુ સરકાર એક વર્ષનો પ્રતિબંધ મૂકે અને એજ પ્રતિબંધ માત્ર 55 દિવસમાં હટી જાય. તમાકુ તેમજ તેની બનાવટો જીવનજરૂરિયાતની વસ્તુઓ તો નથી. તો પછી સરકારે આ ચીજો પરનો પ્રતિબંધ હટાવી છૂટી આપવા પાછળનું કારણ શું? શું સરકાર ગુટખા, તમાકુ તેમજ પાન મસાલાના વેપારીઓની અંદરખાને માંગણી સામે ઝુકી ગઇ ? કે પછી વ્યસનીઓ આગળ મજબુર ? જાહેરમાં થૂંકવા પર 200 રૂપિયા દંડ તો તમાકુ, ગુટખા, પાન મસાલા ખાવાની છુટ્ટી કેમ? સરકારશ્રી ની બેવડી નીતિ અંગે વિપક્ષ પણ ચૂપ કેમ છે ? આ તમામ સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મોટાભાગના ધારાસભ્યો તેમજ રાજ્ય સરકારના 90% સરકારી કર્મચારીઓ બીડી, તમાકુ, ગુટખા તેમજ પાન મસાલાના વ્યસની છે. સરકારની તમાકુ-ગુટખાની છુટ્ટીને લઈ આમ નાગરિકો તો ઠીક સરકારી કર્મચારીઓના મોઢા પર નૂર આવ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે. ગુજરાતમાં તમાકુ-ગુટખા-બીડી-પાન-મસાલાના 95 ટકા લોકો વ્યસની છે. 55 દિવસના પ્રતિબંધમાં ઉપરોક્ત નશીલી ચીજ વસ્તુઓ ના મળતાં મોટા ભાગના લોકોએ મન મનાવી વ્યસનો છોડી દીધા હતા. જોકે ફરીથી છુટ્ટી મળતાં લોકો વ્યસનો પાછળ ઘેલા બનશે. જેને લઈ ખાસ કરીને યુવાધન બરબાદી ના પંથે ધકેલાઈ રહ્યું છે. લોકોમાં સવાલ છે કે, શું સરકારે આ અંગે ફેરવિચારણા કરવાની જરૂર નથી લાગતી ?