રીપોર્ટ@બનાસકાંઠા: કોરોના મહામારી વચ્ચે જીલ્લામાં 6 લાખથી વધુ લોકોએ વેક્સિન લીધી

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર કોરોના મહામારીથી રક્ષણ મેળવવા માટે કોરોના રસી રક્ષા કવચ છે. તેના માટે સરકાર પણ લોકોને કોરોના રસી સત્વરે મુકવા માટે અપીલ કરી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ગામડામાં વસે છે. મોટી ગ્રામીણ વસ્તી હોવાથી રસીકરણ કરવુ સૌથી અઘરૂં છે. તે વચ્ચે બનાસકાંઠાના આરોગ્ય વિભાગે કોરોના મહામારી વચ્ચે પણ જિલ્લામાં
 
રીપોર્ટ@બનાસકાંઠા: કોરોના મહામારી વચ્ચે જીલ્લામાં 6 લાખથી વધુ લોકોએ વેક્સિન લીધી

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

કોરોના મહામારીથી રક્ષણ મેળવવા માટે કોરોના રસી રક્ષા કવચ છે. તેના માટે સરકાર પણ લોકોને કોરોના રસી સત્વરે મુકવા માટે અપીલ કરી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ગામડામાં વસે છે. મોટી ગ્રામીણ વસ્તી હોવાથી રસીકરણ કરવુ સૌથી અઘરૂં છે. તે વચ્ચે બનાસકાંઠાના આરોગ્ય વિભાગે કોરોના મહામારી વચ્ચે પણ જિલ્લામાં 6 લાખથી વધુ લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપી રાજ્ય જ નહીં પરંતુ દેશમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકા આવેલા છે. જે 14 તાલુકોમાં મોટાભાગના લોકો ગામડામાં વસે છે. રાજ્યમાં સૌથી વધુ ગ્રામીણ વસ્તી પણ બનાસકાંઠા જિલ્લામાં છે. જે વચ્ચે અત્યાર સુધી જિલ્લામાં 607124 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જેમાં દાંતીવાડા, લાખણી, સુઈગામ, ભાભર અને દિયોદર વિસ્તારમાં 100 % થી વધુ રસીકરણ થયું છે. સૌથી અગત્યની બાબત એ છે કે છ લાખ થી વધુ લોકોનું રસીકરણ થયું હોવા છતાં જીલ્લા માં માત્ર 542 લોકોએ ખાનગી હોસ્પિટલમાં રસી મુકાવી છે. જ્યારે જીલ્લાના તમામ લોકોએ સરકારી હોસ્પિટલમાં સેવા લઈ કોરોનાનું રક્ષાકવચ મેળવ્યું છે.

સમગ્ર મામલે જીલ્લા કલેક્ટરે જણાવ્યું હતુ કે, જ્યારે સરકારી રસીકરણ અભિયાન શરૂ કર્યું ત્યારે અમે રસીકરણ પર સૌથી વધુ ભાર મુક્યો. કોરોના મહામારી સમયે અમે સમગ્ર વિશ્વ પર કોરોના સામે રક્ષણ મેળવવા શું પગલાં ભરાઈ રહ્યા છે તેના પર નજર રાખતા હતા. ઇઝરાયેલ રસીકરણ દ્વારા જ કોરોના પર કાબૂ મેળવ્યો છે. જેથી અમે પણ રસીકરણ પર ભાર મુક્યો. ગ્રામીણ વિસ્તારમાં લોકોએ અમારી પહેલ સ્વીકારી અને તેના પરિણામે આજે 45 વર્ષ થી ઉપરના 98.33 ટકા નાગરિકોને રસી કવચ આપી શક્યા.