રીપોર્ટ@બનાસકાંઠા: દશેરા નિમિત્તે પોલીસ અને ક્ષત્રિય સમાજ દ્રારા શસ્ત્ર પૂજન કરાયું

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) કોરોના મહામારી વચ્ચે આજે ડીસા અને પાલનપુરમાં દશેરાના દીવસે શસ્ત્રપૂજાનો કાર્યક્રમ યોજાયો હતો. ભગવાન રામચંદ્રજીએ આસૂરી શક્તિ ધરાવતા રાવણને હણીને વિજય પ્રાપ્ત કર્યો હતો. તે દિવસને ભારતમાં વિજયદશમી એટલે કે દશેરા તરીકે ઉજવવામાં આવે છે. પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે પ્રતિવર્ષ શસ્ત્ર પૂજન કરાય છે. આજે પોલીસ વિભાગના શસ્ત્રોની શાસ્ત્રોકત વિધિથી પૂજા
 
રીપોર્ટ@બનાસકાંઠા: દશેરા નિમિત્તે પોલીસ અને ક્ષત્રિય સમાજ દ્રારા શસ્ત્ર પૂજન કરાયું

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

કોરોના મહામારી વચ્ચે આજે ડીસા અને પાલનપુરમાં દશેરાના દીવસે શસ્ત્રપૂજાનો કાર્યક્રમ યોજાયો હતો. ભગવાન રામચંદ્રજીએ આસૂરી શક્તિ ધરાવતા રાવણને હણીને વિજય પ્રાપ્ત કર્યો હતો. તે દિવસને ભારતમાં વિજયદશમી એટલે કે દશેરા તરીકે ઉજવવામાં આવે છે. પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે પ્રતિવર્ષ શસ્ત્ર પૂજન કરાય છે. આજે પોલીસ વિભાગના શસ્ત્રોની શાસ્ત્રોકત વિધિથી પૂજા અર્ચના કરવામાં આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@બનાસકાંઠા: દશેરા નિમિત્તે પોલીસ અને ક્ષત્રિય સમાજ દ્રારા શસ્ત્ર પૂજન કરાયું

બનાસકાંઠા જીલ્લાના ડીસા અને પાલનપુરમાં આજે શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી. આજે ડીસા ત્રણ હનુમાન મંદીર, ડીસા તાલુકા પોલીસ મથક, ડીસા ઉત્તર પોલીસ મથક અને પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પુજન કરવામાં આવ્યુ હતુ. અસત્ય ઉપર સત્યની જીતનો પર્વ એટલે વિજયા દશમીનો તહેવાર. અને ડીસા ત્રણ હનુમાન મંદીરે જાગીરદાર સમાજના આગેવાન બહાદુરસિંહ વાધેલા દ્વારા દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન કરાયુ હતુ. આ પ્રસંગે ક્ષત્રિય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શસ્ત્ર પૂજન કરી દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

રીપોર્ટ@બનાસકાંઠા: દશેરા નિમિત્તે પોલીસ અને ક્ષત્રિય સમાજ દ્રારા શસ્ત્ર પૂજન કરાયું

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે દશેરા નિમિત્તે બનાસકાંઠા પોલીસે શસ્ત્ર પૂજન કર્યુ હતુ. આજે પાલનપુર હેડ ક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસવડાએ શસ્ત્ર પૂજન કર્યુ હતુ. વર્ષોથી પરંપરાગત રીતે ચાલતી રીત પ્રમાણે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ડીવાયએસપી, પીઆઇ સહિતના અધિકારીઓએ શસ્ત્ર પુજન કર્યુ હતુ.