રીપોર્ટ@બનાસકાંઠા: EVMમાં છેડછાડની આશંકાએ AAP કાર્યકર્તાઓની સ્ટ્રોંગરૂમ પર બાજનજર

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર ડીસા નગરપાલિકાના મતદાન બાદ ગઇકાલે તમામ EVM સ્ટ્રોંગરૂમમાં રાખી દેવાયા બાદ હાલ આપની “બાજનજર” સ્ટ્રોંગરૂમ તરફ છે. ગઇકાલે EVM મુકાયા ત્યારથી આપના કાર્યકર્તાઓ વારાફરતી ત્યાં પહેરો ભરી રહ્યા છે. AAP પાર્ટીના કાર્યકરોને શાસક પક્ષ દ્વારા EVMમાં છેડછાડ કરવામાં આવે તેવી શંકા હોઇ ગઇકાલથી જ તેઓ સ્થળ પર બાજનજર રાખી રહ્યા
 
રીપોર્ટ@બનાસકાંઠા: EVMમાં છેડછાડની આશંકાએ AAP કાર્યકર્તાઓની સ્ટ્રોંગરૂમ પર બાજનજર

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

ડીસા નગરપાલિકાના મતદાન બાદ ગઇકાલે તમામ EVM સ્ટ્રોંગરૂમમાં રાખી દેવાયા બાદ હાલ આપની “બાજનજર” સ્ટ્રોંગરૂમ તરફ છે. ગઇકાલે EVM મુકાયા ત્યારથી આપના કાર્યકર્તાઓ વારાફરતી ત્યાં પહેરો ભરી રહ્યા છે. AAP પાર્ટીના કાર્યકરોને શાસક પક્ષ દ્વારા EVMમાં છેડછાડ કરવામાં આવે તેવી શંકા હોઇ ગઇકાલથી જ તેઓ સ્થળ પર બાજનજર રાખી રહ્યા છે. આ સાથે જ્યાં સુધી મતગણતરી પુર્ણ ના થાય ત્યાં સુધી તેઓ ત્યાં જ બેસી રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@બનાસકાંઠા: EVMમાં છેડછાડની આશંકાએ AAP કાર્યકર્તાઓની સ્ટ્રોંગરૂમ પર બાજનજર

બનાસકાંઠાની ડીસા નગરપાલિકામાં રવિવારે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. તમામ EVM સ્ટ્રોંગરૂમમાં રાખી દેવાયા છે અને સુરક્ષા જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ તરફ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને મતગણતરી પહેલા EVMમાં છેડછાડ થવાની આશંકા હોય મતદાન પૂર્ણ થયા બાદ જે સ્ટ્રોંગ રૂમમાં EVM રાખવામા આવ્યા છે તેની સામે જ બાજનજર રાખીને બેસી ગયા છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગઈકાલે ડીસા-પાલનપુર અને ભાભર નગરપાલિકાની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ગઈ છે. ચૂંટણી બાદ તમામ EVM સ્ટ્રોંગરૂમમાં પોલીસ જવાનોની કડક સુરક્ષા વચ્ચે રાખવામાં આવ્યા છે.

રીપોર્ટ@બનાસકાંઠા: EVMમાં છેડછાડની આશંકાએ AAP કાર્યકર્તાઓની સ્ટ્રોંગરૂમ પર બાજનજર

ડીસામાં ચૂંટણી બાદ તમામ EVM એસ સી ડબલ્યુ હાઇસ્કૂલમાં આવેલ સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવ્યા છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. તેમ છતાં આમ આદમી પાર્ટીના કાર્યકરોને શંકા ના કારણે અહીં સ્ટ્રોંગરૂમ આગળ બેસી ગયા છે અને આવતીકાલે મતગણતરી શરૂ થાય ત્યાં સુધી આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો વારાફરથી પહેરેદારી કરશે.

રીપોર્ટ@બનાસકાંઠા: EVMમાં છેડછાડની આશંકાએ AAP કાર્યકર્તાઓની સ્ટ્રોંગરૂમ પર બાજનજર