રીપોર્ટ@બનાસકાંઠા: આજે જીલ્લામાં નવા 33 દર્દી ઉમેરાયાં, સૌથી વધુ ડીસામાં કેસ

અટલ સમાચાર, પાલનપુર દિવાળી બાદ કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું હોઇ દરરોજ નવા દર્દીઓ ઉમેરાઇ રહ્યા છે. આ તરફ આજે બનાસકાંઠા જીલ્લામાં નવા 33 કેસ નોંધાતા ચકચાર મચી ગઇ છે. જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટ અને ક્યાંકને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સનો ભંગ અને માસ્ક નહીં પહેરવાને કારણે સંક્રમણને મોકળું મેદાન મળી ગયુ છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામ
 
રીપોર્ટ@બનાસકાંઠા: આજે જીલ્લામાં નવા 33 દર્દી ઉમેરાયાં, સૌથી વધુ ડીસામાં કેસ

અટલ સમાચાર, પાલનપુર

દિવાળી બાદ કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું હોઇ દરરોજ નવા દર્દીઓ ઉમેરાઇ રહ્યા છે. આ તરફ આજે બનાસકાંઠા જીલ્લામાં નવા 33 કેસ નોંધાતા ચકચાર મચી ગઇ છે. જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટ અને ક્યાંકને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સનો ભંગ અને માસ્ક નહીં પહેરવાને કારણે સંક્રમણને મોકળું મેદાન મળી ગયુ છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમને ક્વોરેન્ટાઇન કરવાની કવાયત હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લામાં આજે કોરોના વાયરસના નવા 33 કેસ સામે આવ્યા છે. આજે દાંતામાં 1, વડગામમાં 2, ડીસામાં 8, લાખણીમાં 1, ધાનેરામાં 1, દાંતીવાડામાં 2, કાંકરેજમાં 2, દિયોદરમાં 2, થરાદમાં 2, વાવમાં 1, ભાભરમાં 3, સુઇગામમાં 1 અને RTPCRમાં 5 અને ખાનગી લેબમાં પાલનપુરમાં 2 મળી નવા 33 કેસ નોંધાયા છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપી સંબંધિત વિસ્તારોમાં સેનેટાઇઝેશનની કવાયત હાથ ધરાઇ છે.