રીપોર્ટ@બનાસકાંઠા: ઉનાળું ખેતી સિઝન વચ્ચે કેનાલોમાં પાણી બંધ, ખેડૂતોમાં રોષ

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) કોરોના વાયરસને લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો માટે દયનિય સ્થિતિ સામે આવી છે. ઉનાળું ખેતી સિઝન વચ્ચે જીલ્લાની મોટાભાગની કેનાલોમાં પાણી બંધ કરી દેવાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગત દિવસોએ તીડ આક્રમણ અને કમોસમી વરસાદથી માંડ બેઠા થયેલા ખેડૂતોને માથે વધુ એક મુશ્કેલી આવતાં ભારે રોષની
 
રીપોર્ટ@બનાસકાંઠા: ઉનાળું ખેતી સિઝન વચ્ચે કેનાલોમાં પાણી બંધ, ખેડૂતોમાં રોષ

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

કોરોના વાયરસને લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો માટે દયનિય સ્થિતિ સામે આવી છે. ઉનાળું ખેતી સિઝન વચ્ચે જીલ્લાની મોટાભાગની કેનાલોમાં પાણી બંધ કરી દેવાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગત દિવસોએ તીડ આક્રમણ અને કમોસમી વરસાદથી માંડ બેઠા થયેલા ખેડૂતોને માથે વધુ એક મુશ્કેલી આવતાં ભારે રોષની સ્થિતિ બની છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, અગાઉની સહાયના પૈસા પણ હજી અમુક લાભાર્થીના ખાતામાં આવ્યા પણ નથી. આ બધાની વચ્ચે કેનાલોમાં પાણી બંધ કરાતા કૃષિપાક પર સંકટ બની શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાની મોટાભાગની બ્રાન્ચ કેનાલોમાં ભરઉનાળે અચાનક પાણી બંધ કરી દેવામાં આવ્યુ છે. આ તરફ થરાદ, વાવ, સુઇગામ અને ભાભર પંથકની કેનાલોમાં પાણી બંધ કરાયુ હોવાનુ સામે આવ્યુ છે. જીલ્લાની 5 બ્રાન્ચ કેનાલો, 59 ડિસ્ટ્રીબ્યુટર, 180 જેટલી માઇનોર કેનાલોમા પાણી બંધ કરાયુ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતોએ ઉનાળુ પાકમાં બાજરી-જુવારનું વાવેતર કેનાલના પાણીની આશાએ કર્યુ છે. જોકે લોકડાઉન વચ્ચે કેનાલનું પાણી બંધ કરાતા ખેડૂતોમાં સરકાર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રીપોર્ટ@બનાસકાંઠા: ઉનાળું ખેતી સિઝન વચ્ચે કેનાલોમાં પાણી બંધ, ખેડૂતોમાં રોષ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ભરઉનાળે કેનાલોમાં પાણી બંધ કરાતાં ખેડૂતો માટે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે. ખેડૂતોએ કેનાલ આધારિત જુવાર-બાજરીનું ખેતરોમાં વાવેતર કરેલ હોવાથી તેઓ ખેતરોમાંમાં પશુઓ સાથે વસવાટ કરે છે. જો કેનાલોમાં પાણી નહીં છોડવામાં આવે તો ખેડૂતો પાણી ભરવા માટે ગામ તરફ વળશે. જેનાથી હાલના સમયગાળામાં કોરોના સંક્રમણ થવાની દહેશત દેખાઈ રહી છે. ખેડૂતોની માંગ છે કે, જ્યાં સુધી લોકડાઉન રહે ત્યાં સુધી બ્રાન્ચ, ડિસ્ટ્રીબ્યુટર અને માઇનોર કેનાલોમાં પાણી ચાલુ રાખવામાં આવે.