રીપોર્ટ@બેચરાજી: ગ્રામસભામાં અધિકારીઓની ગેરહાજરી, આદેશ અધ્ધરતાલ

અટલ સમાચાર, બેચરાજી(ભુરાજી ઠાકોર) બેચરાજી તાલુકા પંચાયત હેઠળના ગામોમાં અત્યારે ગ્રામસભાનું દોર ધમધમ્યો છે. જેમાં આજે માત્રાસણની ગ્રામસભાનું ચિત્ર ચોંકાવનારૂ હોવાનું સામે આવ્યુ છે. જીલ્લા પંચાયતના આદેશ મુજબના અધિકારી-કર્મચારી ગ્રામસભામાં હાજર રહ્યા નથી. આવી સ્થિતિમાં ગામલોકોની રજૂઆત તલાટી સુધી સિમિત રહી છે. આદેશ હોવા છતાં સુચિત અધિકારીઓની ગેરહાજરી અનેક સવાલો ઉભા કરી રહી છે. માત્ર
 
રીપોર્ટ@બેચરાજી: ગ્રામસભામાં અધિકારીઓની ગેરહાજરી, આદેશ અધ્ધરતાલ

અટલ સમાચાર, બેચરાજી(ભુરાજી ઠાકોર)

બેચરાજી તાલુકા પંચાયત હેઠળના ગામોમાં અત્યારે ગ્રામસભાનું દોર ધમધમ્યો છે. જેમાં આજે માત્રાસણની ગ્રામસભાનું ચિત્ર ચોંકાવનારૂ હોવાનું સામે આવ્યુ છે. જીલ્લા પંચાયતના આદેશ મુજબના અધિકારી-કર્મચારી ગ્રામસભામાં હાજર રહ્યા નથી. આવી સ્થિતિમાં ગામલોકોની રજૂઆત તલાટી સુધી સિમિત રહી છે. આદેશ હોવા છતાં સુચિત અધિકારીઓની ગેરહાજરી અનેક સવાલો ઉભા કરી રહી છે. માત્ર પાણી પુરવઠા અધિકારી આવતા ગામલોકોએ બોરનો પ્રશ્ન રજૂ કર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@બેચરાજી: ગ્રામસભામાં અધિકારીઓની ગેરહાજરી, આદેશ અધ્ધરતાલ

મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના માત્રાસણ ખાતે આજે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જીલ્લા પંચાયતે તમામ ગામો માટે તારીખ અને ઉપસ્થિત અધિકારીઓની વિગતો સ્પષ્ટ કરી તાલુકાને આદેશ કરેલા છે. જેમાં માત્રાસણ ગામે લાયઝન ઓફીસર તરીકે નક્કી થયેલ કનોડાના મેડિકલ ઓફીસર ગ્રામસભામાં ગેરહાજર રહ્યા હતા. આ સાથે મનરેગાના ટેક્નિકલ કર્મચારી અમિત પટેલ પણ ગેરહાજર રહ્યા હોવાનું તલાટી અને સરપંચે સ્પષ્ટ કર્યુ હતુ.

રીપોર્ટ@બેચરાજી: ગ્રામસભામાં અધિકારીઓની ગેરહાજરી, આદેશ અધ્ધરતાલ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગ્રામસભામાં એકમાત્ર કર્મચારી તરીકે પાણી પુરવઠાના ઇજનેર ઉપસ્થિત રહ્યા હતા. જેથી ગામલોકોએ માત્ર પિવાના પાણી માટે બોરની પડતર માંગ ફરી એકવાર રજૂ કરી હતી. અધિકારી અને કર્મચારીની ગેરહાજરી અંગે તલાટી કરણભાઇ ચૌધરીને પુછતાં જણાવ્યુ હતુ કે, કોઇ કારણસર બંને કર્મચારી ગેરહાજર રહ્યા પરંતુ પાણી પુરવઠાના અધિકારી હાજર રહ્યા હતા. ગામલોકોએ રજૂ કરેલ વિગતો મેળવી ગ્રામસભા સુખદ રીતે પુર્ણ કરી છે.

રીપોર્ટ@બેચરાજી: ગ્રામસભામાં અધિકારીઓની ગેરહાજરી, આદેશ અધ્ધરતાલ