રિપોર્ટ@બેચરાજી: વગર ટ્રાફિકે હાઇવે જોખમી, માર્ગ સલામતીનો દાવો ધ્વસ્ત

અટલ સમાચાર, બેચરાજી બેચરાજી પંથકમાં દર ચોમાસે માર્ગ સલામતીનો સવાલ ઉભો થાય છે. વરસાદમાં વારંવાર હાઇવે પર ખાંડા સામ્રાજ્ય ઉભું થાય છે. જેમાં આ વખતે મહેસાણાથી બેચરાજી હાઇવે સાથે બેચરાજીથી હારિજ તરફ જતો હાઇવે જોખમી બન્યો છે. હાઇવે વચ્ચોવચ મસમોટો ખાડો પડ્યો હોઇ વાહનચાલકો માટે જોખમી સ્થિતિ બની છે. ખાડામાં વરસાદનું પાણી ભરાયું હોઇ તેની
 
રિપોર્ટ@બેચરાજી: વગર ટ્રાફિકે હાઇવે જોખમી, માર્ગ સલામતીનો દાવો ધ્વસ્ત

અટલ સમાચાર, બેચરાજી

બેચરાજી પંથકમાં દર ચોમાસે માર્ગ સલામતીનો સવાલ ઉભો થાય છે. વરસાદમાં વારંવાર હાઇવે પર ખાંડા સામ્રાજ્ય ઉભું થાય છે. જેમાં આ વખતે મહેસાણાથી બેચરાજી હાઇવે સાથે બેચરાજીથી હારિજ તરફ જતો હાઇવે જોખમી બન્યો છે. હાઇવે વચ્ચોવચ મસમોટો ખાડો પડ્યો હોઇ વાહનચાલકો માટે જોખમી સ્થિતિ બની છે. ખાડામાં વરસાદનું પાણી ભરાયું હોઇ તેની ઊંડાઈ નહિ જાણતાં વાહનચાલકોને ખતરાની ઘંટી વાગી છે. આથી સ્થાનિકોએ ખાંડા પાસે બાવળની ઝાડી નાખી ખાંડા પરથી પસાર થવા મનાઈ કરી છે. આવી સ્થિતિમાં બેચરાજી અને હારિજ હાઇવે પરના સાંપાવાડા નજીક માર્ગ સલામતીનો ધ્વસ્ત બન્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રિપોર્ટ@બેચરાજી: વગર ટ્રાફિકે હાઇવે જોખમી, માર્ગ સલામતીનો દાવો ધ્વસ્ત

મહેસાણા જિલ્લાના બેચરાજીથી હારિજ હાઇવે પર આજે સૌથી વધુ ચોંકાવનારાં દ્રશ્યો સર્જાયા છે. સાંપાવાડા ગામ પાસેથી પસાર થતાં હાઇવે પર હેવી ખાડો પડી ગયો હોઇ જોખમી સ્થિતિ બની છે. દુર્ઘટના સર્જે તેવી શક્યતા હોઇ વાહનચાલકોને માટે ખતરાની ઘંટી વાગી છે. માર્ગ મકાન સ્ટેટ અથવા પંચાયતની જવાબદારી વચ્ચે ફિલ્ડ ઉપરનો માહોલ ચોંકાવી રહ્યો છે. સૌથી મોટી વાત સામે આવી છે કે, જવાબદાર ઈજનેરોને બદલે સ્થાનિકોએ ખાંડા પાસે બાવળિયા પાથરી વાહનવ્યવહાર ખાંડાથી દૂર કરવા પ્રયત્ન કર્યો છે. આનાથી બાઇક કરતાં ફોર વ્હીલર ચાલકોને માટે બેચરાજીથી હારિજ હાઇવે અત્યંત કાળજીપૂર્વક પસાર કરવો જરૂરી બની ગયો છે.

રિપોર્ટ@બેચરાજી: વગર ટ્રાફિકે હાઇવે જોખમી, માર્ગ સલામતીનો દાવો ધ્વસ્ત
સૂત્રોએ જણાવ્યું હતું કે, ચોમાસામાં ભારે વરસાદથી હાઇવે પર ખાંડા પડતાં હોવાની દલીલ રહે છે. જોકે ચોમાસામાં ઊઘાડ રહેતાં ખાડામાં પુરાણ કરી માર્ગ જોખમથી મુક્ત કરી શકાય તેવી પણ દલીલ આવે છે. સૌથી અગત્યની વાત છે કે, માર્ગ મકાનના ઈજનેરો અને આરટીઓ વારંવાર માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરતાં દરમ્યાન હાઇવેને કારણે વાહનચાલકોની સુરક્ષા કેમ ભૂલી જાય ? તે સવાલ ઉભો થયો છે.