રીપોર્ટ@બેચરાજી: કોરોનામાં યોજાયેલી APMC ચૂંટણીની મતગણતરી આજે હાથ ધરાશે

અટલ સમાચાર, મહેસાણા કોરોના મહામારી વચ્ચે ગત દિવસોએ બેચરાજી APMCની ચૂંટણી યોજાઇ હતી. જે બાદમાં અગાઉ 5 બેઠકોનું પરિણામ જાહેર થયા બાદ આજે બાકી રહેલ બેઠકોની મતગણતરી હાથ ધરવામાં આવશે. મતગણતરી બાદ APMCની સત્તા કોની પાસે જશે તે નક્કી થશે. જોકે હાલની સ્થિતિએ ભાજપના જ બે જૂથ વચ્ચે સત્તા માટે ખેંચતાણ હોવાની સ્થિતિ બની છે.
 
રીપોર્ટ@બેચરાજી: કોરોનામાં યોજાયેલી APMC ચૂંટણીની મતગણતરી આજે હાથ ધરાશે

અટલ સમાચાર, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે ગત દિવસોએ બેચરાજી APMCની ચૂંટણી યોજાઇ હતી. જે બાદમાં અગાઉ 5 બેઠકોનું પરિણામ જાહેર થયા બાદ આજે બાકી રહેલ બેઠકોની મતગણતરી હાથ ધરવામાં આવશે. મતગણતરી બાદ APMCની સત્તા કોની પાસે જશે તે નક્કી થશે. જોકે હાલની સ્થિતિએ ભાજપના જ બે જૂથ વચ્ચે સત્તા માટે ખેંચતાણ હોવાની સ્થિતિ બની છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાની બેચરાજી APMCની ચૂંટણી ગત દિવસોએ યોજાઇ હતી. જેમાં વિઠ્ઠલભાઇ પટેલ અને રજનીભાઇ પટેલનું જૂથ આમને-સામને જોવા મળ્યું હતુ. આ તરફ હવે બાકી રહેલ બેઠકોનું પરિણામ આજે જાહેર થશે. આજે સવારે 11 વાગે મતગણતરી હાથ ધરવામાં આવનાર હોવાનું સુત્રોએ જણાવ્યું છે. જેમાં ખેડૂત વિભાગની 10 મંડળીની મત ગણતરી હાથ ધરાશે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અગાઉ બેચરાજી APMC ચૂંટણીની 5 બેઠકોનું પરિણામ જાહેર થયું હતું. આ તમામ બેઠક પર વર્તમાન ચેરમેનની પેનલનો વિજય થયો હતો. રજનીભાઇ પટેલ જૂથનો વિઠ્ઠલભાઇ પટેલની પેનલ સામે પરાજય થયો છે. રજની પટેલ જૂથને 10 મત મળ્યા છે. ચેરમેન વિઠ્ઠલ પટેલની પેનલને 29માંથી 18 મત મળ્યા હતા.