રીપોર્ટ@ભાભર: કેનાલ સફાઇના સવાલો અવિરત, ફોટા ઘણું જણાવી રહ્યા છે

અટલ સમાચાર, સુઇગામ(દશરથ ઠાકોર) કોરોનાના કહેર વચ્ચે બનાસકાંઠામાં કેનાલ સફાઇના સવાલો અવિરત બન્યા છે. સરહદી પંથકના ખેડૂતો માટે પાણીની સમસ્યાના ફોટો ઘણું બધુ જણાવી રહ્યા છે. સ્થાનિક ખેડૂતો દ્રારા પંથકની માઇનોર કેનાલમાં વર્ષોથી પાણી નહિ આવતું હોવાના આક્ષેપો થતાં ખળભળાટ મચી ગયો છે. આ સાથે માઇનોર કેનાલમાં માટી સફાઇ, જંગલ કટીંગ અને રીપેરીંગ કરવામાં નહિ
 
રીપોર્ટ@ભાભર: કેનાલ સફાઇના સવાલો અવિરત, ફોટા ઘણું જણાવી રહ્યા છે

અટલ સમાચાર, સુઇગામ(દશરથ ઠાકોર)

કોરોનાના કહેર વચ્ચે બનાસકાંઠામાં કેનાલ સફાઇના સવાલો અવિરત બન્યા છે. સરહદી પંથકના ખેડૂતો માટે પાણીની સમસ્યાના ફોટો ઘણું બધુ જણાવી રહ્યા છે. સ્થાનિક ખેડૂતો દ્રારા પંથકની માઇનોર કેનાલમાં વર્ષોથી પાણી નહિ આવતું હોવાના આક્ષેપો થતાં ખળભળાટ મચી ગયો છે. આ સાથે માઇનોર કેનાલમાં માટી સફાઇ, જંગલ કટીંગ અને રીપેરીંગ કરવામાં નહિ આવ્યુ છતાં સરકારી ચોપડે તમામ કામ પુર્ણ કરી પાણી ચાલુ હોવાનું દર્શાવાયુ હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@ભાભર: કેનાલ સફાઇના સવાલો અવિરત, ફોટા ઘણું જણાવી રહ્યા છે

બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકાના સુથાર નેસડી ગામની સીમમાંથી પસાર થતી માઇનોર કેનાલ-1 ને લઇ લઇ ખેડૂતોમાં ભારે રોષની સ્થિતિ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, કેનાલ બની ત્યારથી લઇ અત્યાર સુધી કેનાલમાં પાણી નહિ આવવાને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યા છે. તંત્ર દ્રારા જો કેનાલમાં જંગલ કટીંગ કરી અને રીપેરીંગ સહિતનું કામ કરી પાણી છોડવામાં આવે તો મરણ પથારીયે ગયેલો પાક બચી શકે તેમ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

રીપોર્ટ@ભાભર: કેનાલ સફાઇના સવાલો અવિરત, ફોટા ઘણું જણાવી રહ્યા છે

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, બનાસકાંઠા જીલ્લાના નર્મદા કેનાલમાં વારંવાર ગાબડાં પડવાની ઘટના સામે આવતી હોય છે. આ તરફ સુથાર નેસડી માઇનોર કેનાલ-1માં પાણી નહિ છોડવામાં આવતાં પંથકના ખેડૂતોના કૃષિપાક પર સંકટ ઉભુ થયુ છે.

રીપોર્ટ@ભાભર: કેનાલ સફાઇના સવાલો અવિરત, ફોટા ઘણું જણાવી રહ્યા છે

એક તરફ ખેડૂતો મોઘુંદાટ બિયારણ લાવી ખેતી કરે પરંતુ પાણી નહિ મળવાને કારણે તેમને મોટું નુકશાન જઇ રહ્યુ છે. જેને લઇ સરકાર દ્રારા તાત્કાલિક આ મામલે યોગ્ય પગલાં લેવાય તેવી ખેડૂતોની લાગણી છે.