રીપોર્ટ@ભીલડી: રીટર્ન ટીકીટ સ્કિમ બંધ, વાહનચાલકોને ભારેખમ ખર્ચ

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર) નેશનલ હાઇવે ઓથોરીટી દ્રારા ગત 15 જાન્યુઆરીથી ઉત્તર ગુજરાતના ભીલડી સહિતના ટોલપ્લાઝામાં ફેરફાર કરવામાં આવ્યો છે. રીટર્ન ટીકીટમાં નફો આપતી સ્કિમ બંધ કરવામાં આવતા વાહનચાલકોને ભારેખમ ખર્ચ આવી રહ્યો છે. એટલે કે એક જ ટોલપ્લાઝામાંથી જતા અને આવતા સરખો ખર્ચ થતો હોઇ રીટર્ન ટીકીટ લેવાનો કોઇ મતલબ રહ્યો નથી. ફાસ્ટેગ અને
 
રીપોર્ટ@ભીલડી: રીટર્ન ટીકીટ સ્કિમ બંધ, વાહનચાલકોને ભારેખમ ખર્ચ

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

નેશનલ હાઇવે ઓથોરીટી દ્રારા ગત 15 જાન્યુઆરીથી ઉત્તર ગુજરાતના ભીલડી સહિતના ટોલપ્લાઝામાં ફેરફાર કરવામાં આવ્યો છે. રીટર્ન ટીકીટમાં નફો આપતી સ્કિમ બંધ કરવામાં આવતા વાહનચાલકોને ભારેખમ ખર્ચ આવી રહ્યો છે. એટલે કે એક જ ટોલપ્લાઝામાંથી જતા અને આવતા સરખો ખર્ચ થતો હોઇ રીટર્ન ટીકીટ લેવાનો કોઇ મતલબ રહ્યો નથી. ફાસ્ટેગ અને કેશલેસને પ્રમોટ કરવા રીટર્ન ટીકીટ બંધ કરી હોવાનું હાઇવે ઓથોરીટીના સત્તાવાળાઓ જણાવી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ભીલડી સહિતના ટોલનાકાથી પસાર થતાં વાહનચાલકો માટે સુવિધા અને દુવિધાની સ્થિતિ ઉભી થઇ છે. કેન્દ્ર સરકારે ફાસ્ટેગને ઝડપથી અમલ કરાવવા હાઇવે ઓથોરીટીને સુચના આપ્યા બાદ ફેરફાર સામે આવ્યો છે. નેશનલ હાઇવે ઓથોરીટી દ્રારા ગત 15 જાન્યુઆરી સુધી રીટર્ન ટીકીટમાં વળતર આપવાની વ્યવસ્થા હતી. જેમાં હવે સુધારો કરી કેશથી ટીકીટ લેવામાં અપાતો ફાયદો બંધ કરી ફાસ્ટેગમાં વળતરની વ્યવસ્થા શરૂ કરાઇ છે.

રીપોર્ટ@ભીલડી: રીટર્ન ટીકીટ સ્કિમ બંધ, વાહનચાલકોને ભારેખમ ખર્ચ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કેશ રકમથી રીટર્ન ટીકીટ લેવામાં સરેરાશ 40 રૂપિયાનો ફાયદો થતો હતો. હવે જ્યારે કેશથી જતા-આવતાની ટીકીટ લો તો પણ કોઇ જ વળતર આપવામાં આવતુ નથી. જોકે ફાસ્ટેગ લેવામાં આવે તો અગાઉથી પણ વધુ વળતર મળતું હોવાનો દાવો નેશનલ હાઇવે ઓથોરીટી કરી રહી છે. સૌથી મોટી વાત એ છે કે, માલવાહક ટ્રક સહિતના નાની કારના વાહનચાલકો અને ક્યારેક પસાર થતાં મુસાફરોને રીટર્ન ટીકીટ ફાયદો કરાવી આપતી હતી, જે હવે બંધ થઇ છે. જેથી નાની કારના વાહનચાલકો સહિતનાને પણ ફાસ્ટેગ લેવું પડે તેવી સ્થિતિ બની છે.