રીપોર્ટ@બાયડ: ઉંઘમાં જ હુમલો કરી ઘર સળગાવ્યાની અરજી, ગુનો નોંધાવવા કરગર્યા

અટલ સમાચાર, બાયડ કોરોનાકાળ વચ્ચે બાયડ તાલુકાના ગામના પરિવારના વ્યક્તિએ કરેલી અરજીને આધારે ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં ફળીયામાં રહેતી કિશોરીને બાલાસિનોર પંથકનો યુવક ભગાડી ગયો હતો. જેની ફરીયાદ આધારે તપાસ થતાં આરોપી ઇસમ સામે કાર્યવાહી ચાલુ હતી. આ દરમ્યાન કેટલાંક ઇસમો દસેક દિવસ અગાઉન અચાનક ખેતરમાં રહેતાં પરિવારના ઘરમાં ઘુસી આવ્યા હતા. વહેલી
 
રીપોર્ટ@બાયડ: ઉંઘમાં જ હુમલો કરી ઘર સળગાવ્યાની અરજી, ગુનો નોંધાવવા કરગર્યા

અટલ સમાચાર, બાયડ

કોરોનાકાળ વચ્ચે બાયડ તાલુકાના ગામના પરિવારના વ્યક્તિએ કરેલી અરજીને આધારે ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં ફળીયામાં રહેતી કિશોરીને બાલાસિનોર પંથકનો યુવક ભગાડી ગયો હતો. જેની ફરીયાદ આધારે તપાસ થતાં આરોપી ઇસમ સામે કાર્યવાહી ચાલુ હતી. આ દરમ્યાન કેટલાંક ઇસમો દસેક દિવસ અગાઉન અચાનક ખેતરમાં રહેતાં પરિવારના ઘરમાં ઘુસી આવ્યા હતા. વહેલી સવારે ઉંઘતા પરિવાર ઉપર હુમલો કરતાં દોડધામ મચી ગઇ હતી. ભારે અફરાતફરી વચ્ચે પરિવાર છટકીને નીકળી ગયા બાદ આરોપી ઇસમોએ ઘર સળગાવી દીધુ અને મહિલા સાથે સામુહિક દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાની અરજી અપાઇ હતી. જેની સામે પોલીસે ગુનો દાખલ નહીં કરતાં એસપીને રજૂઆત કરી હોવાનું અરજીના આધારે સામે આવ્યુ છે.

રીપોર્ટ@બાયડ: ઉંઘમાં જ હુમલો કરી ઘર સળગાવ્યાની અરજી, ગુનો નોંધાવવા કરગર્યા

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@બાયડ: ઉંઘમાં જ હુમલો કરી ઘર સળગાવ્યાની અરજી, ગુનો નોંધાવવા કરગર્યા

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના બોરડી ગ્રામ પંચાયતના મહાદેવાના મુવાડા ખાતે ઝાલા મોહનજી વીરાજી પરિવાર સાથે રહે છે. ગત દિવસોએ તેમના પાડોશીની દીકરી મોહનજીના સંબંધી બાલાસિનોર તાલુકાના આલેલા ગામના છોકરા જોડે ભાગી ગઇ હતી. જે બાબતે મોહનજીની સંડોવણી હોવાનુ વેર રાખી ગત તા.01-10-2020ના રોજ સવારે 4 વાગ્યા આસપાસ છોકરીના પરિવારજનો ઝાલા પ્રભાતસિંહ વજેસિંહ, ઝાલા શોભનાબેન પ્રભાતસિંહ ઝાલા, ઝાલા રમણસિંહ વજેસિંહ, ઝાલા રામસિંહ અજમેલસિંહ, ઝાલા વજેસિંહ રણછોડસિંહ, તમામ રહે.બોરડી બારીયા, ભવાનસિંહ ફુલસિંહ ભરતસિંહ ઉર્ફે બોરીઓ ખલીખપુર(માલપુર) તથા અન્ય 4 થી 5 અજાણ્યા ઇસમો ભેગા મળી મોહનજીના ઘર ઉપર હુમલો કર્યો હોવાનો ઉલ્લેખ જીલ્લા પોલીસવડાને કરાયેલી અરજીમાં કર્યો છે.

આ દરમ્યાન આરોપીઓએ મોહનજીના ઘર ઉપર હુમલો કરી ઢોર માર મારી તેમની પત્નિ સાથે સામુહિક દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો છે. આ સાથે ઘરમાં મુકેલા તમામ દરદાગીના અને ગાય લાવવા માટે સુર્યોદય ફાઇનાન્સ બાયડમાંથી રૂ.26,000ની લોન લીધેલ તે રકમ તથા મજુરી પેટેના રૂ.19,000 સહિતની લૂંટ કરી હોવાનું પણ લખાવ્યુ છે.

રીપોર્ટ@બાયડ: ઉંઘમાં જ હુમલો કરી ઘર સળગાવ્યાની અરજી, ગુનો નોંધાવવા કરગર્યા

આ સાથે હુમલો કર્યો તે વખતે અમારે છોકરી અને છોકરાને શોધીને બંનેને જાનથી મારી નાંખવાની પણ વાત કરી હોવાનું લખાવ્યુ છે. આ સાથે ઘરવખરી સહિત બાઇક સળગાવી અંદાજીત 2 લાખથી વધુનુ નુકશાન થયુ હોવાથી સાંઠબા પોલીસને જાણ કરવા છતાં ફરીયાદ નહીં લેતાં જીલ્લા પોલીસવડાને અરજી કરતાં ખળભળાટ મચી ગયો છે.

રીપોર્ટ@બાયડ: ઉંઘમાં જ હુમલો કરી ઘર સળગાવ્યાની અરજી, ગુનો નોંધાવવા કરગર્યા