રીપોર્ટ@ચાણસ્મા: સુજલામ-સુફલામ અંતર્ગત આ તળાવની ક્ષમતામાં 66 ટકા જેટલો વધારો થશે

અટલ સમાચાર ડોટ કોમ, ચાણસ્મા ચાણસ્મા તાલુકાના વડાવલી ગામના તળાવ પાસે આજે મુખ્યમંત્રીએ ભૂમિપૂજન કરી સુજલામ-સુફલામ જળ અભિયાન-2021નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. જળસંચયના આ અભિયાન અંતર્ગત વડાવલી તળાવની સંગ્રહશક્તિમાં 50,000 ઘનમીટર જેટલો વધારો થશે. જેમાં તળાવની ક્ષમતામાં 66 ટકા જેટલો વધારો કરવામાં આવશે. આ કામગીરી બાદ તળાવની કુલ ક્ષમતા 1,24,700 ઘનમીટર જેટલી થશે. અટલ સમાચાર
 
રીપોર્ટ@ચાણસ્મા: સુજલામ-સુફલામ અંતર્ગત આ તળાવની ક્ષમતામાં 66 ટકા જેટલો વધારો થશે

અટલ સમાચાર ડોટ કોમ, ચાણસ્મા

ચાણસ્મા તાલુકાના વડાવલી ગામના તળાવ પાસે આજે મુખ્યમંત્રીએ ભૂમિપૂજન કરી સુજલામ-સુફલામ જળ અભિયાન-2021નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. જળસંચયના આ અભિયાન અંતર્ગત વડાવલી તળાવની સંગ્રહશક્તિમાં 50,000 ઘનમીટર જેટલો વધારો થશે. જેમાં તળાવની ક્ષમતામાં 66 ટકા જેટલો વધારો કરવામાં આવશે. આ કામગીરી બાદ તળાવની કુલ ક્ષમતા 1,24,700 ઘનમીટર જેટલી થશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@ચાણસ્મા: સુજલામ-સુફલામ અંતર્ગત આ તળાવની ક્ષમતામાં 66 ટકા જેટલો વધારો થશે

પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામના તળાવની ક્ષમતામાં હવે 66 ટકા જેટલો વધારો થશે. ચાણસ્મા તાલુકાના સરવે નં.1619 પૈકી 1માં આવેલું આ તળાવ 7.47 હેક્ટર વિસ્તારમાં આવેલું છે. એટલે કે 74,700 ચો.મી. વિસ્તારમાં સરેરાશ એક મીટરની ઉંડાઈ ધરાવતા આ તળાવની હાલની સંગ્રહશક્તિ 74,700 ઘનમીટર છે. સુજલામ સુફલામ જળ અભિયાન-2021 અંતર્ગત તળાવના આગળ આવેલા ઉંચાણવાળા ભાગને સરેરાશ 02 મીટર જેટલો ઉંડો કરી 50,000 ઘનમીટર કરતાં વધારે ખોદાણ કરી તેની ક્ષમતામાં 66 ટકા જેટલો વધારો કરવામાં આવશે.