રીપોર્ટ@ચાણસ્મા: ગામઠાણ પત્રક ગુમ થયાની ફરીયાદ હજુસુધી અધ્ધરતાલ

અટલ સમાચાર,ચાણસ્મા ચાણસ્મા તાલુકાના ગામે ગામઠાણ પત્રક ગુમ થયાની ફરીયાદ સામે આવતા રહીશો માટે ચોંકાવનારી સ્થિતિ ઉભી થઇ છે. ગ્રામ અને તાલુકા પંચાયતની શોધખોળ અને તપાસ વચ્ચે પત્રક હજુસુધી મળી આવ્યુ નથી. આથી પોલીસ ફરીયાદની પ્રબળ સંભાવના છતાં અધ્ધરતાલ થયુ હોવાનું સામે આવ્યુ છે. આ તમામ દોડધામ વચ્ચે ગામલોકોને જમીન માલિકી હક્ક સિધ્ધ કરવો મુશ્કેલ
 
રીપોર્ટ@ચાણસ્મા: ગામઠાણ પત્રક ગુમ થયાની ફરીયાદ હજુસુધી અધ્ધરતાલ

અટલ સમાચાર,ચાણસ્મા

ચાણસ્મા તાલુકાના ગામે ગામઠાણ પત્રક ગુમ થયાની ફરીયાદ સામે આવતા રહીશો માટે ચોંકાવનારી સ્થિતિ ઉભી થઇ છે. ગ્રામ અને તાલુકા પંચાયતની શોધખોળ અને તપાસ વચ્ચે પત્રક હજુસુધી મળી આવ્યુ નથી. આથી પોલીસ ફરીયાદની પ્રબળ સંભાવના છતાં અધ્ધરતાલ થયુ હોવાનું સામે આવ્યુ છે. આ તમામ દોડધામ વચ્ચે ગામલોકોને જમીન માલિકી હક્ક સિધ્ધ કરવો મુશ્કેલ બન્યો તેમજ દબાણ હટાવની કાર્યવાહી પણ અત્યંત વિલંબમાં જઇ રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@ચાણસ્મા: ગામઠાણ પત્રક ગુમ થયાની ફરીયાદ હજુસુધી અધ્ધરતાલ

પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામે ગામઠાણ પત્રક શોધ્યું ઝડતુ નથી. ગ્રામ પંચાયતનો ઠરાવ અને તાલુકા પંચાયતની તપાસ સહિતની ગતિવિધિ વચ્ચે હજુસુધી ઠોસ પરિણામ મળ્યું નથી. અત્યંત વ્યસ્ત રહેતાં મહિલા તાલુકા વિકાસ અધિકારી સાથે માંડ-માંડ વાતચીત થઇ પરંતુ પોલીસ ફરીયાદની સંભાવના સ્પષ્ટ બની નથી. ટીડીઓ અંકિતા ઓઝાએ તપાસ ચાલુ હોવાનું કહી જીલ્લા પંચાયતને રીપોર્ટ કરવાનું જણાવી વાત પુર્ણ કરી હતી.

રીપોર્ટ@ચાણસ્મા: ગામઠાણ પત્રક ગુમ થયાની ફરીયાદ હજુસુધી અધ્ધરતાલ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, દેલમાલ ગામના રહીશો અને ગ્રામ પંચાયત માટે અત્યંત મહત્વનું ગામઠાણ પત્રક કેવી રીતે ગાયબ થયુ તે સૌથી મોટો સવાલ છે. છેલ્લા કેટલાય દિવસોથી તપાસ છતાં પત્રક મળ્યુ ન હોવાથી પોલીસ ફરીયાદની સંભાવના ઉભી થઇ છે. જોકે મહિલા ટીડીઓ કોના વિરૂધ્ધ ફરીયાદ કરવી તેને લઇ અસ્પષ્ટ હોઇ ગામઠાણ પત્રક ઝડપથી મળી આવવા સામે ચિંતા બની છે. ગામઠાણ પત્રક નહિ મળતાં તંત્રને દબાણ સાબિત કરવું પણ મુશ્કેલ બન્યુ છે.