રીપોર્ટ@દેશ: 11 માં રાઉન્ડની બેઠક પણ નિષ્ફળ, ખેડૂતોએ કહ્યું-ટ્રેક્ટર રેલી નીકળશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ખેડૂત અને સરકાર વચ્ચે 11 મા રાઉન્ડની બેઠક પણ નિષ્ફળ જઈ છે. બેઠકમાં સામેલ ખેડુતોના જણાવ્યા અનુસાર સરકારનો પ્રસ્તાવ ખેડુતોએ નામંજુર કર્યો હતો. જેમાં ત્રણ બીલ રદ કરવા સરકાર બીલકુલ તૈયાર નથી. આ બેઠકમાં નરેન્દ્રસીંહ તોમર તરફથી કહેવામાં આવ્યું હતું કે ખેડૂત કાયદાઓમાં કોઈ સમસ્યા નથી.ને આ કાયદાઓને થોડા સમય
 
રીપોર્ટ@દેશ: 11 માં રાઉન્ડની બેઠક પણ નિષ્ફળ, ખેડૂતોએ કહ્યું-ટ્રેક્ટર રેલી નીકળશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ખેડૂત અને સરકાર વચ્ચે 11 મા રાઉન્ડની બેઠક પણ નિષ્ફળ જઈ છે. બેઠકમાં સામેલ ખેડુતોના જણાવ્યા અનુસાર સરકારનો પ્રસ્તાવ ખેડુતોએ નામંજુર કર્યો હતો. જેમાં ત્રણ બીલ રદ કરવા સરકાર બીલકુલ તૈયાર નથી. આ બેઠકમાં નરેન્દ્રસીંહ તોમર તરફથી કહેવામાં આવ્યું હતું કે ખેડૂત કાયદાઓમાં કોઈ સમસ્યા નથી.ને આ કાયદાઓને થોડા સમય માટે મુલતવી રાખી શકાય છે. જો ખેડુતો રાજી હોય તો આ મામલે કાલે ફરિવાર બેઠક યોજાઈ શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, રેલ્વે મંત્રી પિયુષ ગોયલ અને રાજ્ય મંત્રી સોમ પ્રકાશ બેઠકમાં હાજર રહ્યા હતા. જેમાં આશરે 40 ખેડૂત સંઘોના પ્રતિનિધિઓએ ખેડુતો વતી ભાગ લીધો હતો. સરકાર સાથેની 11 માં રાઉન્ડની વાતચીત બાદ ખેડૂત નેતાઓએ કહ્યુ હતુ કે, સરકારે આપેલી દરખાસ્ત અમને સ્વીકાર્ય નથી. સરકારે અમારી માંગને સ્વીકારી નથી. ખેડુત નેતાઓએ બેધ઼ડક કહ્યુ હતુ કે, 26મી જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી જરૂર નીકળશે.