રિપોર્ટ@દેશઃ 24 કલાકમા 18,522 કેસ, 418ના મોત, કુલ 5.66 લાખ દર્દીઓ

અટલ સમાચાર, ડેસ્ક દેશભરમાં કોરોના વાયરસનો સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મંગળવાર સવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં 18,522 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. બીજી તરફ છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના કારણે 418 દર્દીનાં મોત થયા છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 5 લાખ 66 હજાર 840 કન્ફર્મ કેસ નોંધાઈ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
રિપોર્ટ@દેશઃ 24 કલાકમા 18,522 કેસ, 418ના મોત, કુલ 5.66 લાખ દર્દીઓ

અટલ સમાચાર, ડેસ્ક

દેશભરમાં કોરોના વાયરસનો સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મંગળવાર સવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં 18,522 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. બીજી તરફ છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના કારણે 418 દર્દીનાં મોત થયા છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 5 લાખ 66 હજાર 840 કન્ફર્મ કેસ નોંધાઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દેશમાં કોરોના વાયરસે તબાહી મચાવી દીધી છે. આ સાથે સ્વાસ્થ્ય મંત્રાલયના દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ, ભારતમાં કોરોના વાયરસના હવે 2 લાખ 15 હજાર 125 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી દેશભરમાં 16,893 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બીજી તરફ, 3 લાખ 21 હજાર 723 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે.

આ સાથે ઈન્ડિયલ કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 29 જૂન સુધીમાં 86,08,654 સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત છેલ્લા ચોવીસ કલાકમાં 2,10,292 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ ગુજરાતમાં કોરોનાના નવા કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાયરસના 626 નવા કેસ નોંધાયા. કોરોના વાયરસના કારણે 24 કલાક દરમિયાન 19 દર્દીનાં મોત થયા. જોકે, 24 કલાકમાં રાજ્યભરમાંથી 440 દર્દી કોરોનાને મ્હાત આપીને સાજા થઈને ઘરે પરત પણ ગયા છે.