arnab gate, trp gate
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક

અનેક ટીવી ચેનલો દ્વારા ટી.આર.પી.ને લઈને થયેલા ઘોટાળા મામલામાં થઈ રહેલી તપાસમાં મુબઈ પોલીસે રીપબ્લીક ટીવીના એડીટર અર્નબ ગોસ્વામી અને બાર્કના(બ્રોડકાસ્ટ ઓડીયન્સ રીસર્ચ કાઉન્સીલ) પુર્વ સીઈઓ પાર્થો દાસગુપ્તા વચ્ચે થયેલ વોટ્સએપ ચેર જાહેર કરી જણાવ્યુ છે કે, કેવી રીતે રેટીંગ્સમાં છેડછાડની રીતો ઉપર ચર્ચા થઈ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મુબંઈ પોલીસ દ્વારા આ મામલામાં દાખલ થયેલ સપ્લીમેન્ટ્રી ચાર્જશીટની સાથે જમા કરેલ હજાર પન્નાથી વધુ આ ચેટ કથીત અપરાધમાં બન્નેની ભાગીદારી દર્શાવી રહી છે. વોટ્સએપ મેસેજમાં અર્નબની પીએમઓ અને સુચના પ્રસારણ મંત્રાલયથી નજીકપણુ દર્શાવી રહ્યા હોવાનુ કાગળ પર દર્શાવ્યુ છે. એક તરફ ચાર્જશીટની મધ્યમાં પાર્થો દાસગુપ્તા અને અર્નબ વચ્ચે વાતચીત ચાલી રહી છે, તો બીજી તરફ મુંબઈ પોલીસે આ કેસમાં અન્ય આરોપીઓ સાથે અર્નબનુ નામ નોંધ્યું નથી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ચાર્જશીટમાં દાસગુપ્તાને આ કેસમાં મુખ્ય આરોપી જણાવાયા બાદ હાલમાં કસ્ટડીમાં છે. ડિસેમ્બર 2020માં જ્યારે દાસગુપ્તાની અટકાયત કરવામાં આવી ત્યારે પોલીસે દાવો કર્યો હતો કે, રિપબ્લિક ટીવીની ટીઆરપીમાં હેરાફેરી કરવા માટે તેમને લાખો રૂપિયાની લાંચ આપવામાં આવી હતી. પોલીસે રજુ કરેલ વોટ્સએપ ચેટ પરથી જાણવા મળ્યું છે કે, ગોસ્વામી કેન્દ્ર સરકાર દ્વારા લીધેલા મોટા નિર્ણયોથી પણ વાકેફ હતા.

તમને જણાવી દઈએ કે, ટીઆરપી કૌભાંડ ગયા વર્ષે ઓક્ટોબરમાં પ્રકાશમાં આવ્યું હતું, જ્યારે ટીવી ચેનલો માટે સાપ્તાહિક રેટિંગ્સ રજૂ કરનાર બાર્કે  હંસા રિસર્ચ એજન્સીના માધ્યમથી  રિપબ્લિક ટીવી સહિતની કેટલીક ચેનલો વિરૂધ્ધ ટીઆરપીમાં ધાંધલી મામલે  ફરિયાદ નોંધાઈ હતી.  પોલીસે આ કથિત કૌભાંડની તપાસ શરૂ કરી હતી.

મને PMOમાં મીડિયા સલાહકાર બનાવી શકો છો

arnab gate, trp gate

આ ચેટ દર્શાવે છે કે, દાસગુપ્તા અર્નબ ગોસ્વામીના પ્રધાનમંત્રી કાર્યાલય પરના પ્રભાવથી વાકેફ હતા અને એક કિસ્સામાં ગોસ્વામીને તેમના સંપર્કો સાથે વાત કરવા અને તેમને પીએમઓમાં સલાહકાર તરીકે નિયુક્ત કરવા પણ કહ્યું હતુ. 16 ઓક્ટોબર 2019 ના રોજ, દાસગુપ્તાએ ચેટમાં કહ્યું હતુ કે, ‘શું તમે મને પીએમઓમાં મીડિયા સલાહકાર જેવી પોસ્ટમાં મૂકાવી શકો છો?’

આ સિવાય પણ ભારત સરકારની ઘણી ગોપનીય બાબતોની અર્નબ ગોસ્વામીને અગાઉથી જ જાણ હોય એમ તેમના વોટ્સએપ ચેટીંગ પરથી જાણવા મળી રહ્યુ છે. તથા તેના બીજા ચેટીંગમાં સ્મુતિ ઈરાની તથા રાજ્યવર્ધન રાઠોડનો પણ ઉલ્લેખ થઈ રહ્યો છે. અર્નબ ગોસ્વામીની વોટ્સએપ ચેટ પોલીસે બહાર લાવી દેતાં હવે તેની ઉપર કડક કાર્યવાહી થઈ શકે છે.

 

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code