રીપોર્ટ@દેશ: કોરોના વેક્સિન પહેલા આ અંગે સંશોધન કરવાની જરૂર: વૈજ્ઞાનિકો

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે પહેલીવાર હોંગકોંગમાં એક વાર કોરોના થયા પછી ફરી ટૂંક સમયમાં થવાનો કેસ બહાર આવ્યો હતો. આ તરફ હવે ભારતમાં પણ આવા 6 કેસ અત્યાર સુધીમાં બહાર આવ્યા છે. જે મુજબ ગ્રેટર નોયડા અને મુંબઇમાં ફરી તેવા કેસ નોંધાયા છે જેમને એક વાર કોરોના થયા પછી ટૂંક સમયમાં જ બીજી વાર
 
રીપોર્ટ@દેશ: કોરોના વેક્સિન પહેલા આ અંગે સંશોધન કરવાની જરૂર: વૈજ્ઞાનિકો

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે પહેલીવાર હોંગકોંગમાં એક વાર કોરોના થયા પછી ફરી ટૂંક સમયમાં થવાનો કેસ બહાર આવ્યો હતો. આ તરફ હવે ભારતમાં પણ આવા 6 કેસ અત્યાર સુધીમાં બહાર આવ્યા છે. જે મુજબ ગ્રેટર નોયડા અને મુંબઇમાં ફરી તેવા કેસ નોંધાયા છે જેમને એક વાર કોરોના થયા પછી ટૂંક સમયમાં જ બીજી વાર પણ કોરોના થયો હોય. વૈજ્ઞાનિકોએ આ પર સંશોધન કર્યું છે અને તેમણે જોયું છે કે, વાયરસ પોતાનામાં મ્યુટેટ (પરિવર્તન) થઇ રહ્યો છે. અને આ વાત SARS-Cov-2 વાયરસના પહેલા અને બીજા RNA સેમ્પલમાં પણ સ્પષ્ટ જોવા મળી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દિલ્હીમાં આવેલા જિનોમિક્સ અને ઇન્ટિગ્રેટિવ બાયોલોજી ઇન્સ્ટિટ્યૂટ, વાયરલ RNA સેમ્પલના જીનોમ ક્રમની સાત પેર જોઇ અને જાણ્યું કે તેમાં સ્પષ્ટ દેખાય તેવો જીનેટિક ફરક છે. ગ્રેટર નોયડાની GIIMSના બે હેલ્થકેર વર્કર અને મુંબઇની બે હોસ્પિટલમાં કામ કરતા ચાર હેલ્થકેર વર્કર કોરોના વાયરસનો ફરી ભોગ બન્યા હોવાના પુરાવા મળ્યા છે. એક પ્રી પ્રિન્ટ અધ્યનમાં જે જાણકારી પ્રકાશિત કરવામાં આવી છે. જેમાં જીનોમ સીક્વન્સની વાત કરવામાં આવી છે. જે મુજબ તે લોકોને ફરી કોરોનાનો ચેપ લાગી રહ્યો છે. આ કોઇ તે જ ઇન્ફેક્શનનું રીએક્ટિવેશન નથી.

રીપોર્ટ@દેશ: કોરોના વેક્સિન પહેલા આ અંગે સંશોધન કરવાની જરૂર: વૈજ્ઞાનિકો
File Photo

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, વેક્સીન બનાવ્યા પહેલા આ સંશોધન આધારે વધુ જાણકારી મેળવવી ખૂબ જ જરૂરી છે. કારણ કે જેમને ફરી વાર કોરોના થયો છે અને તેમના જે વાયરલ RNA સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમાં એન્ટીબોડી આ વાયરસ સામે એટલી અસરદાર સાબિત નથી થઇ રહી. ત્યારે વેક્સીન બનાવતી પછી જો વાયરસ ફરી વધુ મજબૂત થઇ ગયો તો તે વેક્સીનની અસર તેની પર નહીં થાય.

રીપોર્ટ@દેશ: કોરોના વેક્સિન પહેલા આ અંગે સંશોધન કરવાની જરૂર: વૈજ્ઞાનિકો
જાહેરાત

સમગ્ર મામલે દિલ્હીના ડૉ. અનુરાગ અગ્રવાલે, ડારેક્ટર, IGIB કહ્યું કે અમારી પાસે આ વાતને સાબિત કરવા માટે વૈજ્ઞાનિક પુરાવા અને સેમ્પલ છે. જેમાં પહેલા અને બીજા સેમ્પલની અંદર સ્પષ્ટ ફરક નજરે પડે છે. તેમણે કહ્યું કે, એક વાર કોરોના થયા પછી તે ફરી કેમ તે જ દર્દીને થઇ રહ્યો છે જે જાણવું ખૂબ જ જરૂરી છે. અને તેની પાછળ શું કારણ જવાબદાર હોઇ શકે અને વાયરસ અને હોસ્ટ વચ્ચે શું ફરક છે તે મામલે સઘન સંશોધન થવું ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે વેક્સીન બનાવતા પહેલા આ મામલે તપાસ થવી જરૂરી છે. જો કે તેમણે એ પણ કહ્યું કે આવું બધા કેસમાં નથી થતું, ખૂબ જ ઓછા આવા કેસ સામે આવ્યા છે.