રીપોર્ટ@દેશ: ખેડુતો વડાપ્રધાન મોદી કરતા વધારે સમજદાર, રાહુલ ગાંધીનો કટાક્ષ

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક મંગળવારના રોજ રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી સરકાર પર હુમલાઓ કર્યા હતા. રાહુલે કહ્યુ હતુ કે સરકારે ત્રણેય કૃષિકાયદાઓ પરત લેવા જ પડશે. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કટાક્ષ કરી કહ્યું કે ખેડૂતો PM મોદી કરતા વધારે સમજદાર છે અને સરકાર ભ્રમમાં ન રહે કે ખેડૂતો થાકી જશે. અટલ સમાચાર
 
રીપોર્ટ@દેશ: ખેડુતો વડાપ્રધાન મોદી કરતા વધારે સમજદાર, રાહુલ ગાંધીનો કટાક્ષ

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક

મંગળવારના રોજ રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી સરકાર પર હુમલાઓ કર્યા હતા. રાહુલે કહ્યુ હતુ કે સરકારે ત્રણેય કૃષિકાયદાઓ પરત લેવા જ પડશે. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કટાક્ષ કરી કહ્યું કે ખેડૂતો PM મોદી કરતા વધારે સમજદાર છે અને સરકાર ભ્રમમાં ન રહે કે ખેડૂતો થાકી જશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાહુલ ગાંધીએ આજે પ્રેસ કૉંફરેન્સ કરીને લાંબા સમયથી દિલ્લીની સરહદો ઉપર આંદોલન કરી રહેલા ખેડુતો વિષે કહ્યુ હતુ કે,સરકારને લાગી રહ્યુ છે કે, આંદોલનકારી ખેડુતો આંદોલન કરીને થાકી જશે. પણ એવુ નથી. આ ત્રણ વિવાદીત કૃષિ કાયદા ખેતીને બરબાદ કરી નાંખશે. જેનો હું તેનો વિરોધ કરતો જ રહીશ. રાહુલ ગાંધીએ ફરીવાર કહ્યુ હતુ કે, દેશને માત્ર 3-4 ઉદ્યોગપતિઓ ચલાવી રહ્યા છે. કૃષિ કાયદાથી દેશની ખેતી ઉદ્યોગપતિઓના હાથમાં જતી રહેશે. ખેડૂતો દેશની સામાન્ય જનતાની લડાઈ લડી રહ્યા છે. ખેડૂતોની સમસ્યાઓને આખો દેશ જોઈ રહ્યો છે પણ સરકાર ખેડૂતોને મૂર્ખ બનાવી રહી છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરી એક ખબર શેર કરી હતી જેમાં જણાવાયુ હતુ કે, ચીન ભારતની સીમામાં ખુબ અંદર ઘુસી ગયુ છે. આ મામલે જેપી નડ્ડાએ રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ પહેલા કોન્ગ્રેસ અને ગાંધી પરીવાર ઉપર હુમલો કરી કહ્યુ હતુ કે તેઓ ચીન વિશે ખોટુ બોલવાનુ ક્યારે બંદ કરશે. જેથી આજની પ્રેસ કોન્ફરન્સમાં રાહુલે કહ્યુ હતુ કે, હુ અહીયા નડ્ડાના પ્રશ્નોના જવાબ આપવા નથી આવ્યો અત્યારે માત્ર ખેડુતો અને દેશના સવાલોના જવાબ આપીશ. 

અત્યાર સુધી સરકારે આંદોલનકારી ખેડુતો સાથે 10 ચરણમાં ચર્ચાઓ કરી છે. જેમાં ખેડુતોનુ સમાધાન નહી નીકળતા રાહુલે આ મુદ્દે કહ્યુ હતુ કે, સરકાર ઈચ્છે છે કે આંદોલન લાંબુ ચાલે અને ખેડુતો થાકીને ઘરે પાછા જતા રહે પણ એવુ થવાનુ નથી. આ ઉપરાંત રાહુલે એમ પણ ઉમેર્યુ હતુ કે, આખો દેશ ભલેને અમારી વિરોધમાં જતો રહે પણ સત્ય માટે હમ્મેષા લડતો રહીશ.