આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે આજે જીએસટી કાઉન્સિલની અગત્યની બેઠક બેઠક યોજાઈ રહી છે. કોરોના કાળમાં આ પહેલી ફિઝિકલ મીટિંગ છે. આ બેઠકની અધ્યક્ષતા નાણા મંત્રી નિર્મલા સીતારમણ કરશે. આજની આ બેઠક લખનઉમાં આયોજિત થઈ રહી છે અને આ બેઠકમાં અનેક અગત્યના નિર્ણય લેવામાં આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આજની બેઠકમાં Swiggy અને Zomato જેવી ઓનલાઇન ફૂડ ડિલીવરી કંપનીઓની રેસ્ટોરન્ટ સર્વિસ પર GST લગાવવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. બીજા શબ્દોમાં ઝોમેટો અને સ્વિગી જેવા પ્લેટફોર્મને રેસ્ટોરન્ટની જેમ ટ્રીટ કરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જાહેરાત

આ ઉપરાંત આજે પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા અંગે પણ નિર્ણય લેવામાં આવી શકે છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે જાતે જ આ મુદ્દે પોતાનો મત રજૂ કર્યો છે. જો આ પ્રસ્તાવને કાઉન્સિલમાં રજૂ કરવામાં આવે છે તો મંજૂરી માટે પેનલથી ત્રણ- ચતુર્થાંશથી અપ્રૂવલની આવશ્યક્તા હશે. તેમાં તમામ રાજ્યો અને ક્ષેત્રોના પ્રતિનિધિ સામેલ થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ હાલના સમયમાં ઓલટાઇમ હાઈ પર છે.

સૂત્રોઅ જણાવ્યું હતુ કે, મોટાભાગના શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર છે તો ડીઝલ પણ 90 રૂપિયા પ્રતિ લીટરની નજીક છે. આજની બેઠકમાં લગભગ 4 ડઝન આઇટમ્સ પર લાગતા GSTમાં ફેરફાર અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. આ ઉપરાંત કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી દવાઓ ઉપર પર ટેક્સમાં છૂટની અવધિ 31 ડિસેમ્બર સુધી વધારવા અંગે પણ વિચાર થઈ શકે છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code