રીપોર્ટ@દેશ: ચૂંટણીકાર્ડ ખોવાયા બાદ ઘરે બેઠા કેવી રીતે કરશો ડાઉનલોડ ? જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક જો આપનું ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયું છે, તો આપ તેને ફરી વખત ડાઉનલોડ કરી શકો છો. વોટર આઈડીનો ઉપયોગ મત આપવા ઉપરાંત, ફોટો આઈડી તરીકે પણ થાય છે. જે એક મહત્વના દસ્તાવેજોમાંનું એક છે. આ ડોક્યુમેન્ટ સરકારી અને બિનસરકારી કામોમાં આપની મદદ કરી શકે છે. આપ ડિજીલોકરમાં રાખીને તેની સુરક્ષા
 
રીપોર્ટ@દેશ: ચૂંટણીકાર્ડ ખોવાયા બાદ ઘરે બેઠા કેવી રીતે કરશો ડાઉનલોડ ? જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જો આપનું ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયું છે, તો આપ તેને ફરી વખત ડાઉનલોડ કરી શકો છો. વોટર આઈડીનો ઉપયોગ મત આપવા ઉપરાંત, ફોટો આઈડી તરીકે પણ થાય છે. જે એક મહત્વના દસ્તાવેજોમાંનું એક છે. આ ડોક્યુમેન્ટ સરકારી અને બિનસરકારી કામોમાં આપની મદદ કરી શકે છે. આપ ડિજીલોકરમાં રાખીને તેની સુરક્ષા વધારી શકો છો. તો આવો જાણીએ ઘરે બેઠા કઈ રીતે આપ તેને ડાઉનલોડ કરી શકો છો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ડિજીટલ વોટર આઈડી કાર્ડને ડાઉનલોડ કરવા માટે Applicant સૌથી પહેલા voterportal.eci.gov.in પર રજીસ્ટર કરવાનું રહેશે. બાદમાં https://voterportal.eci.gov.in અથવા તો રાષ્ટ્રીય મતદાર સેવા પોર્ટલ પર લોગઈન પેજ https://www.nvsp.in/account/login પર જવાનું રહેશે. ત્યાર બાદ આપને EPIC નંબર અથવા તો ફોર્મ રેફરેંસ નંબર નાખવાનો રહેશે. ત્યાર બાદ રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, જેને વેબ પોર્ટલ પર નાખવાનો રહેશે. બાદમાં આપને વેબસાઈટ પર કેટલાય વિકલ્પો દેખાસે. જેમાંથી ડાઉનલોડ ઈ-એપિક (Download e-EPIC)ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.

હવે આપને ડિજીટલ વોટર આઈડી પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ થઈ જશે. કોઈ પણ પ્રકારની મદદ માટે આપ ટોલ ફ્રી નંબર 1950 પર સંપર્ક કરી શકો છો.જો આપને આના સિવાય પણ અન્ય કોઈ મુશ્કેલીઓ આવતી હોય તો, નજીકના મતદાન કેન્દ્રના બીએલઓનો સંપર્ક કરી શકો છો. આ ઉપરાંત આપના મતદાર ક્ષેત્રના કાર્યાલયની શાખા પર પણ જઈને આપની સમસ્યાનું સમાધાન કરી શકો છો.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો