રીપોર્ટ@દેશ: શું વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોય તો બીજો લેવાની જરૂર નહીં ? જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના સંક્રમણમાંથી સાજા થનારા લોકોમાં વેક્સિનનો પ્રથમ ડોઝ અસરકારક છે. આ પરિસ્થિતિમાં નિષ્ણાંતો સરકારને કોરોના રસીકરણ કાર્યક્રમમાં તાત્કાલિક ફેરફાર કરવાની માંગ કરી રહ્યાં છે. ખરેખર, કોરોના વેક્સિનની પ્રભાવશીલતા અને તેની જરૂરીયાતને લઇ કરવામાં આવેલા સાત અભ્યાસ બાદ નિષ્ણાંતો આ નિષ્કર્ષ પર પહોંચ્યા છે. બીજી રસપ્રદ વાત એ છે કે, નવી
 
રીપોર્ટ@દેશ: શું વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોય તો બીજો લેવાની જરૂર નહીં ? જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના સંક્રમણમાંથી સાજા થનારા લોકોમાં વેક્સિનનો પ્રથમ ડોઝ અસરકારક છે. આ પરિસ્થિતિમાં નિષ્ણાંતો સરકારને કોરોના રસીકરણ કાર્યક્રમમાં તાત્કાલિક ફેરફાર કરવાની માંગ કરી રહ્યાં છે. ખરેખર, કોરોના વેક્સિનની પ્રભાવશીલતા અને તેની જરૂરીયાતને લઇ કરવામાં આવેલા સાત અભ્યાસ બાદ નિષ્ણાંતો આ નિષ્કર્ષ પર પહોંચ્યા છે. બીજી રસપ્રદ વાત એ છે કે, નવી દિલ્હી સ્થિત ભારતીય આયુર્વેદ પરિષદે પણ આ વાતનો સ્વીકાર કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

માહિતી મુજબ, આઈસીએમઆરે ચોથા સીરો સર્વે માટે આ નિષ્કર્ષ નિકાળ્યો હતો કે, દેશની 67.6 ટકા વસ્તીમાં કોરોનાની સામે એન્ટીબોડી મળી છે. એટલે કે દેશની અડધાથી વધુ વસ્તી બીજી લહેરમાં સંક્રમિત થઈ અને પછી થોડા સમય બાદ તેઓ સ્વસ્થ થયા. આ જ કારણ છે કે, તેમના શરીરમાં એન્ટિબોડી મળ્યાં છે. આ દરમ્યાન એક કોવાવેક્સિન અને બે કોવિશીલ્ડ રસી પર અભ્યાસ મુજબ ત્રણેય અભ્યાસના પરિણામ એક જેવા છે. તારણમાં સામે આવ્યું છે કે, જે લોકોને પહેલા કોરોના થયો. તેઓ સ્વસ્થ થયા બાદ તેવા લોકોને રસીનો પ્રથમ ડોઝ અસરકારક સાબિત થયો. આ મહત્વપૂર્ણ માહિતી સામે આવ્યાં બાદ ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ ડૉ. રાજીવ જયદેવને કહ્યું કે, સરકારે રસીકરણના કાર્યક્રમમાં ફેરફાર કરવો જોઈએ.