રીપોર્ટ@દેશ: બજેટ LIVE, ટેક્સ સ્લેબ અને કૃષિ ફિશિંગ સહીત મહત્વની જાહેરાતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરી રહ્યાં છે. જેમાં તેમને વિવિધ સેક્ટરો પર મહત્વની જાહેરાતો કરી છે. જેમાં ટેક્સ સ્લેબ, કૃષિ-ફિશિંગ, ઇન્સ્યોરન્સ, વીજળી, રેલવે અને મેટ્રો, ટેક્સટાઇલ પાર્ક, આત્મનિર્ભર આરોગ્ય ભારત, લેહમાં સેન્ટ્રલ યુનિવર્સિટી, સ્વચ્છ ભારત, ચુંટણીવાળા રાજ્યો પર મહત્વની જાહેરાત કરી છે. ટેક્સ સ્લેબ ઉપર નાણામંત્રીની
 
રીપોર્ટ@દેશ: બજેટ LIVE, ટેક્સ સ્લેબ અને કૃષિ ફિશિંગ સહીત મહત્વની જાહેરાતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરી રહ્યાં છે. જેમાં તેમને વિવિધ સેક્ટરો પર મહત્વની જાહેરાતો કરી છે. જેમાં ટેક્સ સ્લેબ, કૃષિ-ફિશિંગ, ઇન્સ્યોરન્સ, વીજળી, રેલવે અને મેટ્રો, ટેક્સટાઇલ પાર્ક, આત્મનિર્ભર આરોગ્ય ભારત, લેહમાં સેન્ટ્રલ યુનિવર્સિટી, સ્વચ્છ ભારત, ચુંટણીવાળા રાજ્યો પર મહત્વની જાહેરાત કરી છે.

ટેક્સ સ્લેબ ઉપર નાણામંત્રીની જાહેરાત

નાણામંત્રીએ બઝેટ રજુ કરતા કહ્યુ હતુ કે, આપણે ટેક્સપેયર્સને બધી સુવિધા આપવી જોઇએ. સીનિયર સીટીઝની માટે સ્પેશ્યલ એલાન કર્યું. 75 વર્ષના વધારે ઉંમરવાળા સનીનિયર સીટીઝનને હવે રાહત આપવામાં આવી છે. 75 વર્ષથી વધારે ઉંમરવાળાને ટેક્સ માળખામાંથી મુક્ત કરાયા છે. આ માત્ર પેન્શન લેનારાને જ લાભ મળશે. NRIને  ડબલ ટેક્સ સિસ્ટમમાંથી છૂટ આપવામાં આવી રહી છે. સ્ટાર્ટ અપ ને જે ટેક્સ છુટ આપવાની શરુઆત આપવામાં આવી હતી, તેને હવે 31 માર્ચ 2022 સુધી વધારવામાં આવી છે.

લેહમાં સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવાશે

દેશમાં અંદાજે 100 નવા સૈનિક સ્કૂલ બનાવામાં આવશે. લેહમાં કેન્દ્રીય યૂનિવર્સિટી બનાવાશે. આ સિવાય અનુસૂચિત જાતિના 4 કરોડ વિદ્યાર્થીઓ માટે 35 હજાર કરોડ રૂપિયાનું એલાન કરવામાં આવ્યું. સંયુક્ત અરબ અમીરાતની સાથે મળીને સ્કિલ ટ્રેનિંગ પર કામ કરવામાં આવી રહ્યું છે.

કૃષિ-ફિશિંગ સેક્ટર

એગ્રીકલ્ચરના ક્રેડિટ ટાર્ગેટને 16 લાખ કરોડ સુધી કરવામાં આવી રહ્યાં છે. ઓપરેશન ગ્રીન સ્કીમનું એલાન કરવામાં આવ્યું. 5 ફિશિંગ હાર્બરને આર્થિક ગતિવિધિના હબ તરીકે તૈયાર કરાશે. તામિલનાડુમાં ફિશ લેન્ડિંગ સેન્ટરનો વિકાસ કરવામાં આવશે. પ્રવાસી મજદૂર માટે દેશભરમાં એક દેશ-એક રાશન યોજના શરુ કરવામાં આવી છે.

ઇન્સ્યોરન્સમાં FDIના રોકાણમાં વધારો

ઇન્સ્યોરન્સ ક્ષેત્રમાં 74 ટકા FDI થઇ શકશે. અગાઉ માત્ર 49 ટકાની મંજૂરી હતી. આ સિવાય રોકાણ માટે ચાર્ટર બનાવાનું એલાન કરવામાં આવ્યું. સ્ટાર્ટ અપ કંપનીનું પણ એલાન કરાયુ છે. જેના હેઠળ અંદાજે એક ટકા કંપનીઓને કોઇપણ રોક-ટોક વગર શરુઆતમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવી. આ વર્ષે LIC નો IPO માર્કેટમાં લાવવામાં આવશે.

વીજળી ક્ષેત્ર માટે જાહેરાત

સરકાર તરફથી 3 લાખ કરોડ રૂપિયાથી વધારાની સ્કીમ લોન્ચ કરવામાં આવી રહી છે.  દેશમાં વીજળી સાથે જોડાયેલ ઇન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત કરવાનું કામ કરશે. સરકાર તરફથી હાઇડ્રોજન પ્લાનટ બનાવાની જાહેરાત કરાશે. આ ક્ષેત્રમાં PPP મોડલ હેઠળ કેટલા મહત્વના પ્રોજેક્ટને પુરા કરવામાં આવશે. ભારતમાં મેર્ચે શિપ્સને પ્રોત્સાહન આપવા માટે કામ કરવામાં આવશે, શરુઆતમાં 1624 કરોડ રૂપિયા આપવામાં આવશે.

રેલવે અને મેટ્રો

રાષ્ટ્રીય રેલ યોજના 2030 તૈયાર કરવામાં આવી છે. કુલ 1.10 લાખ કરોડ રુપિયાનું બજેટ રેલ્વેને આપવામાં આવ્યું છે. ભારતીય રેલવે સિવાય મેટ્રો, સીટી બસ સેવાને વધારવા પર ફોક્સ કરવામાં આવશે. જેના માટે 18 હજાર કરોડ રુપિયાની જોગવાઇ કરવામાં આવશે. કોચ્ચિ, બેંગલુરુ, ચેન્નાઇ, નાગપુર, નાસિકમાં મેટ્રો પ્રોજેક્ટને આગળ વધારવાનું એલાન કરવામાં આવશે.

ટેક્સટાઇલ પાર્કની જાહેરાત

દેશભરમાં 7 ટેક્સટાઇલ પાર્ક બનાવામાં આવશે, જેથી આ ક્ષેત્રમાં ભારત એક્સપોર્ટ કરનારો દેશ બની શકે. આ પાર્ક ત્રણ વર્ષમાં તૈયાર કરવામાં આવશે. ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટીટ્યુટ બનાવાનું એલાન કરવામાં આવ્યું, જેમાં ત્રણ વર્ષની અંદર 5 લાખ કરોડ રૂપિયાના ઉધારી પ્રોજેક્ટ હોય. રેલવે, NHAI, એરપોર્ટ ઓથોરિટીની પાસે હવે ઘણા પ્રોજેકટ છે જે પોતાના લેવલ પર પાસ કરવાની તાકાત હશે. પૂજીગંત વ્યય માટે 5 લાખ કરોડથી વધારે બજેટનું એલાન કરવામાં આવશે.

સ્વચ્છ ભારત મિશન

સ્વચ્છ ભારત મિશનને આગળ વધારવાનું એલાન કરાયુ છે. જેના હેઠળ શહેરોમાં અમૃતમ યોજનાને આગળ વધારવામાં આવશે. જેના માટે 2,87,00 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યાં છે. આ સાથે નાણામંત્રી દ્વારા મિશન પોષણ 2.0નું એલાન કરવામાં આવ્યું છે. કોરોના વેક્સિન માટે 35 હજાર કરોડ રૂપિયાનું એલાન કરવામાં આવ્યું છે. આરોગ્ય ક્ષેત્ર માટે બજેટના 137 ટકા વધારો કરવાની જાહેરાત થઈ છે.

આત્મનિર્ભર આરોગ્ય ભારત યોજનાનું એલાન

સરકાર તરફથી 64180 કરોડ રુપિયાની જોગવાઇ કરવામાં આવી છે અને આરોગ્યના બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ સરકાર તરફથી WHOના સ્થાનીય મિશનને ભારતમાં લોન્ચ કરવામાં આવશે.

તમીલનાડુ સહિત કેટલાક ચૂંટણી રાજ્યો માટે એલાન

તામિલનાડુ માટે નેશનલ હાઇવે પ્રોજેક્ટ 1.03 લાખ કરોડ, જેમાં ઇકોનોમિક કોરિડોર બનાવામાં આવશે. કેરળમાં 65 હજાર રૂપિયાના નેશનલ હાઇવે બનાવામાં આવશે. મુંબઇ-કન્યાકુમારી ઇકોનોમિક કોરિડોરનું એલાન કરવામાં આવ્યું. પશ્ચિમ બંગાળમાં કોલકાતા-સિલીગુડી માટે નેશનલ હાઇ પ્રોજેક્ટનું એલાન કરવામાં આવ્યું.

રાજકોષીય ખાદ્ય પર નાણા મંત્રીએ શું કહ્યું?

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યું કે રાજકોષીય ખાદ્યને 6.8 ટકા સુધી રહેવાનું અનુમાન છે. જેના માટે સરકારને 80 હજાર કરોડ રૂપિયાની જરૂરિયાત પડશે, જે આવનારા બે મહિનામાં માર્કેટમાંથી લેવામાં આવશે.

ડિજિટલ જનગણના અને સ્પેશ મિશનનુ એલાન

ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ આ વખતે PSLV-CS51ને લોન્ચ કરશે. ગગનયાન મિશનનું માનવ રહિત પહેલુ લોન્ચ આ વર્ષે ડિસેમ્બરમાં કરવામાં આવશે. ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ હેઠળ એક ટર્બિયૂનલ બનાવામાં આવશે, જે કંપનીઓના વિવાદને જલ્દી ઉકેલ કરશે. આગામી જનગણના પહેલી ડિજિટલ જનગણના હશે.

જમ્મૂ-કાશ્મીરમાં ગેસ પાઇપલાઇન યોજનાનું એલાન

ઉજ્જવલ યોજના હેઠળ એક કરોડ વધુ લાભાર્થીઓને જોડવામાં આવશે, અત્યાર સુધીમાં 8 કરોડ લોકોને આ મદદ આપવામાં આવી. જમ્મૂ-કાશ્મીરમાં પણ ગેસ પાઇપ લાઇન યોજના શરુઆત કરવામાં આવશે.