રીપોર્ટ@દેશ: પોસ્ટ ઓફીસની આ સ્કીમમાં લગાવો પૈસા, મહિને તમને મળી શકે રૂ.5,000

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ભારતીય પોસ્ટ ઓફીસની હાલમાં એક ધમાકેદાર સ્કિમ સામે આવી છે. જેમાં પોસ્ટ ઓફીસની સેવિંગ સ્કીમ્સ ગેરંટીડ રિટર્નનું વચન આપે છે. પોસ્ટ ઓફિસની મંથલી ઈન્કમ સ્કીમ (MIS) નિયમિત આવક માટે વધુ સારો વિકલ્પ બની શકે છે. કોઈપણ ભારતીય નાગરિક પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ માં રોકાણ કરી શકે છે. આ નાની
 
રીપોર્ટ@દેશ: પોસ્ટ ઓફીસની આ સ્કીમમાં લગાવો પૈસા, મહિને તમને મળી શકે રૂ.5,000

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારતીય પોસ્ટ ઓફીસની હાલમાં એક ધમાકેદાર સ્કિમ સામે આવી છે. જેમાં પોસ્ટ ઓફીસની સેવિંગ સ્કીમ્સ ગેરંટીડ રિટર્નનું વચન આપે છે. પોસ્ટ ઓફિસની મંથલી ઈન્કમ સ્કીમ (MIS) નિયમિત આવક માટે વધુ સારો વિકલ્પ બની શકે છે. કોઈપણ ભારતીય નાગરિક પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ માં રોકાણ કરી શકે છે. આ નાની બચત યોજના દ્વારા તમે હજી પણ તમારા પરિવાર માટે 4,950 રૂપિયા પ્રતિ માસ સુધીની ગેરંટીડ આવકની વ્યવસ્થા કરી શકો છો. જેમાં તમે સિંગલ એકાઉન્ટ અને જોઇન્ટ એકાઉન્ટ બંનેમાં ખાતું ખોલાવી શકો છો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પોસ્ટ ઓફિસની મંથલી ઈન્કમ સ્કીમ હેઠળ સિંગલ અથવા જોઈન્ટ એકાઉન્ટ હેઠળ ખાતામાં એક સામટી રકમ જમા કરવામાં આવે છે. તે રકમ મુજબ, દર મહિને તમારા ખાતામાં પૈસા આવતા રહે છે. આ યોજના 5 વર્ષની છે, જેને 5-5 વર્ષ સુધી આગળ વધારી શકાય છે. ઉલ્લેખનીય છે કે, આ સ્કીમ સંપૂર્ણપણે જોખમમુક્ત છે અને અહીં સરકાર તમારા રોકાણ પર 100% સુરક્ષાની ગેરંટી આપે છે. મહત્ત્વનું છે કે, વર્તમાન ક્વાર્ટર માટે સરકારે પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ માટે વાર્ષિક 6.6 ટકા વ્યાજ દર નક્કી કર્યો છે.

ખાતું કેવી રીતે ખોલાવવું ?

આ માટે તમારી પાસે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું જરૂરી છે. જેના માટે તમારી પાસે આઈડી પ્રૂફ માટે આધાર કાર્ડ (Aadhaar card) અથવા પાસપોર્ટ અથવા મતદાર કાર્ડ અથવા ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જરૂરી છે. 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ હોવા જરૂરી છે. એડ્રેસ પ્રૂફમાં સરકાર દ્વારા જારી કરાયેલા આઈડી કાર્ડ અથવા યુટિલિટી બિલ હોવું જોઈએ. જો આ દસ્તાવેજો તૈયાર હોય તો પોસ્ટ ઓફિસમાં જઈને સૌથી પહેલા પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનાનું ફોર્મ ભરવાનું રહેશે. તમે તેને ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકો છો. ફોર્મ ભરવાની સાથે સાથે નોમિનીનું નામ પણ આપવાનું રહેશે. આ ખાતું ખોલવા માટે શરૂઆતમાં 1000 રૂપિયા રોકડ અથવા ચેક દ્વારા જમા કરાવવાના રહેશે.

માસિક ઈન્કમ સ્કીમની માહીતિ

  • યોજના: મંથલી ઈન્કમ સ્કીમ (MIS)
  • વ્યાજ: વાર્ષિક 6.6%
  • ઓછામાં ઓછી થાપણ: 1000 રૂપિયા
  • વધુમાં વધુ થાપણ (સિંગલ એકાઉન્ટ): 4.5 લાખ રૂપિયા
  • વધુમાં વધુ થાપણ (જોઈન્ટ ખાતું): 9 લાખ રૂપિયા
  • જોઈન્ટ ખાતામાં વધુમાં વધુ 3 લોકો હોઈ શકે છે, પરંતુ મહત્તમ જમા માત્ર 9 લાખ હશે. 10 વર્ષથી વધુ ઉંમરના સગીરના નામે વાલી ખાતું ખોલી શકાય છે. આ યોજના માટે પાકતી મુદત 5 વર્ષ છે, પરંતુ તેને વધુ 5 વર્ષ માટે વધારી શકાય છે.

માસિક રકમની ગણતરી કેવી રીતે થાય છે?

  • આ યોજના હેઠળ તમારે એક જ સમયે રોકાણ કરવું પડશે. રોકાણની રકમમાં નિયત દરો અનુસાર વાર્ષિક વ્યાજને 12 ભાગમાં વહેંચવામાં આવે છે. દરેક શેર માસિક ધોરણે તમારા ખાતામાં જમા થાય છે.

5000 રૂપિયા પ્રતિ માસ કેવી રીતે મેળવશો?

  • આ માટે તમારે પોસ્ટ ઓફિસમાં જોઈન્ટ ખાતું ખોલવું પડશે. આ ખાતું પતિ અને પત્ની પણ ખોલી શકે છે.
    સંયુક્ત ખાતા દ્વારા એકસાથે રોકાણ: 9 લાખ રૂપિયા

વાર્ષિક વ્યાજ: 6.6%

  • 1 વર્ષમાં વ્યાજની રકમ: 59,400 રૂપિયા
  • માસિક વ્યાજ: 4950 રૂપિયા
  • જો સિંગલ એકાઉન્ટ હોય તો રોકાણ: 4.5 લાખ રૂપિયા
  • વાર્ષિક વ્યાજ: 6.6%
  • 1 વર્ષમાં વ્યાજની રકમ: 29,700 રૂપિયા
  • માસિક વ્યાજ: 2475 રૂપિયા