રીપોર્ટ@દેશ: 24 કલાકમાં કોરોનાના 40 હજારથી ઓછા કેસ નોંધાયા, 723 લોકોના મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ગુજરાત સહિત દેશભરમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ હવે ઓછો થવા લાગ્યો છે. 24 કલાકમાં કોરોનાના 40 હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે. જ્યારે 723 લોકોના મોત થયા છે. ગઈ કાલે જાહેર થયેલા આંકડા મુજબ એક દિવસમાં 43,071 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 955 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા હતા. અટલ સમાચાર
 
રીપોર્ટ@દેશ: 24 કલાકમાં કોરોનાના 40 હજારથી ઓછા કેસ નોંધાયા, 723 લોકોના મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ હવે ઓછો થવા લાગ્યો છે. 24 કલાકમાં કોરોનાના 40 હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે. જ્યારે 723 લોકોના મોત થયા છે. ગઈ કાલે જાહેર થયેલા આંકડા મુજબ એક દિવસમાં 43,071 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 955 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 39,796 દર્દીઓ નોંધાયા છે. આ સાથે દેશમાં કુલ કોરોના સંક્રમિતોનો આંકડો હવે 3,05,85,229 પર પહોંચી ગયો છે. જ્યારે 4,82,071 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 42,352 દર્દીઓ રિકવર થયા છે. આ સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 2,97,00,430 પર પહોંચી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સરકારી આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 723 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુઆંક હવે 4,02,728 પર પહોંચી ગયો છે. કોરોનાના ખાતમા માટે સૌથી મહત્વપૂર્ણ હથિયાર રસી ગણાઈ રહ્યું છે. દેશમાં રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચાલુ છે. અત્યાર સુધીમાં કોરોના રસીના 35,28,92,046 ડોઝ આપવામાં આવ્યા છે.