રીપોર્ટ@દેશ: “નાયક” ફિલ્મની જેમ આ મુખ્યમંત્રીએ જીત બાદ તાત્કાલિક વચનો પુરા કર્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક તમિલનાડૂના મુખ્યમંત્રી તરીકે એમ.કે. સ્ટાલિને શુક્રવારના રોજ મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કરતાની સાથે જ મોટા નિર્ણયો લઈ લીધા છે. રાજ્યમાં હવે લોકોને કોવિડ મહામારીમાં રાહત પેકેજ આપતા દરેક પરિવારને 4000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. સાથે જ દૂધના ભાવ ઘટાડી જનતાને રાહત આપી છે. આ ઉપરાંત સરકારી બસોમાં મહિલાઓને ફ્રીમાં મુસાફરીની
 
રીપોર્ટ@દેશ: “નાયક” ફિલ્મની જેમ આ મુખ્યમંત્રીએ જીત બાદ તાત્કાલિક વચનો પુરા કર્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

તમિલનાડૂના મુખ્યમંત્રી તરીકે એમ.કે. સ્ટાલિને શુક્રવારના રોજ મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કરતાની સાથે જ મોટા નિર્ણયો લઈ લીધા છે. રાજ્યમાં હવે લોકોને કોવિડ મહામારીમાં રાહત પેકેજ આપતા દરેક પરિવારને 4000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. સાથે જ દૂધના ભાવ ઘટાડી જનતાને રાહત આપી છે. આ ઉપરાંત સરકારી બસોમાં મહિલાઓને ફ્રીમાં મુસાફરીની જાહેરાત કરી છે.તેમની પાર્ટી દ્રમુકે છ એપ્રિલે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આ તમામ વચનો આપ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના કહેર વચ્ચે તમિલનાડૂના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતાની સાથે તેમણે પહેલો આદેશ જાહેર કરતા ખાનગી હોસ્પિટલમાં કોરોના વાયરસની સારવાર માટે સરકારી વિમા યોજના હેઠળ લાવી દીધી છે. જેનાથી સામાન્ય જનતાને મોટો ફાયદો થવાનો છે. જાહેરાતમાં કહેવાયુ છે કે, તેને લાગૂ કરવા માટે મુખ્યમંત્રીએ મેમાં 2,000 રૂપિયાનો પહેલા હપ્તા તરીકે 4,153.69 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવા પર સહીઓ કરી દીધી છે. જેનાથી 2,07,67,000 થી વધારે રાશનકાર્ડ ધારકોને લાભ થવાનો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સ્ટાલિન સરકારે અન્ય એક આદેશ પર પણ સહી કરતા રાજ્ય દ્વારા સંચાલિત આવિન દૂધના ભાવમાં ત્રણ રૂપિયાનો કાપ મુક્યો છે. આ આદેશ 16મેથી લાગૂ થઈ જશે. અન્ય એક જાહેરાતમાં મહિલાઓ હવે શનિવારથી રાજ્ય સરકાર દ્વારા સંચાલિત બસોમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે. સરકારે તેના માટે સબ્સિડી તરીકે 1200 કરોડ રૂપિયા ફાળવી દીધા છે. સાથે જ અન્ય એક યોજના લાગૂ કરી દીધી છે. જેમાં આઈએએસ અધિકારીની અધ્યક્ષતાવાળા વિભાગનું ગઠન કરવાની મંજૂરી આપી છે, જેથી લોકોની ફરિયાદ નિવારણ માટે 100 દિવસની અંદર જ તેનું સમાધાન કરવામાં આવશે. તેમણે ચૂંટણી દરમ્યાન વચન આપ્યા હતા કે, તેમની પાર્ટી સત્તામાં આવતા 100 દિવસની અંદર લોકોની ફરિયાદોનું નિવારણ લાવી દેવામાં આવશે.