રીપોર્ટ@દેશ: છત્તીસગઢમાં નક્સલી હુમલો, સુરક્ષાદળોના 23 જવાન શહીદ, શું કહ્યું ગૃહમંત્રીએ ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક છત્તીસગઢના સુકમા જિલ્લાના જંગલોમાં નક્સલ હુમલામાં સુરક્ષાદળોના 23 જવાન શહીદ થયા છે. નક્સલોએ ટેકલગુડાના જંગલમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. જવાનોના મૃતદેહો પરથી તેઓ હથિયારો, જૂતા અને કપડા પણ ઉતારીને લઇ ગયા હતા. છત્તીસગઢમાં દસ દિવસમાં આ બીજો મોટો હુમલો છે. 23 માર્ચે નક્સલોએ નારાયણપુર જિલ્લામાં પોલીસ બસને વિસ્ફોટ કરીને
 
રીપોર્ટ@દેશ: છત્તીસગઢમાં નક્સલી હુમલો, સુરક્ષાદળોના 23 જવાન શહીદ, શું કહ્યું ગૃહમંત્રીએ ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

છત્તીસગઢના સુકમા જિલ્લાના જંગલોમાં નક્સલ હુમલામાં સુરક્ષાદળોના 23 જવાન શહીદ થયા છે. નક્સલોએ ટેકલગુડાના જંગલમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. જવાનોના મૃતદેહો પરથી તેઓ હથિયારો, જૂતા અને કપડા પણ ઉતારીને લઇ ગયા હતા. છત્તીસગઢમાં દસ દિવસમાં આ બીજો મોટો હુમલો છે. 23 માર્ચે નક્સલોએ નારાયણપુર જિલ્લામાં પોલીસ બસને વિસ્ફોટ કરીને ઉડાવી દીધી હતી, જેમાં પાંચ જવાન શહીદ થયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

છત્તીસગઢમાં ભારતના વીર સપૂતો શહીદ થયા છે ત્યારે આજે અમિત શાહે શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ બેઠક કરી હતી. અમિત શાહે કહ્યું કે જે જવાનો શહીદ થયા છે તેમને હું ભારત સરકાર તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફ શ્રદ્ધાંજલિ આપું છું. તેમનું આ બલિદાન વ્યર્થ નહીં જાય. આ લડાઈને નિર્ણાયક મોડ પર પહોંચાડવા માટે તેમનું બલિદાન દેશ હંમેશા યાદ રાખશે.

અમિત શાહે જણાવ્યું હતુ કે, આજે છત્તીસગઢના મુખ્યમંત્રી તથા બધી જ ફોર્સના ઓફિસરો સાથે મીટિંગ કરી જેમાં આ લડાઈની ગતિ કોઈ પણ રીતે ઓછું ન થાય તેવું અધિકારીઓ તરફથી કહેવામાં આવ્યું છે. હું દેશને વિશ્વાસ અપાવવા માંગુ છું કે આ લડાઈ રોકાશે નહીં, અમે લડાઈને અંત સુધી લઈ જઈશું. આ લડાઈમાં નક્સલવાદીઓ સામે અમારી વિજય નિશ્ચિત છે. અમિત શાહે કહ્યું કે વિકાસ માટે પણ ઘણા બધા કામ કરવામાં આવ્યા છે. આદિવાસીઓ વિસ્તારોમાં વિકાસના કામને તેજ કરવામાં આવી રહ્યા તથા હથિયારી ગ્રુપો સામેની લડાઈને તીવ્ર ગતિ સાથે આગળ વધારવા માટે કામ કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે મળીને મક્કમતા સાથે લડી રહી છે.