રીપોર્ટ@દેશ: આજે ફરી વધ્યાં પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરમાં કેટલો ભાવ ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં બે દિવસની બ્રેક બાદ આજે ફરીથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે. મોંઘવારી સહન કરતી જનતાને વધુ એક ડામ સહન કરવાનો વારો આવ્યો છે. પેટ્રોલમાં આજે 35 પૈસા તેમજ ડીઝલમાં 15 પૈસાનો વધારો નોંધાયો છે. જુલાઈ મહિનામાં સતત 8મી વખત પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ
 
રીપોર્ટ@દેશ: આજે ફરી વધ્યાં પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરમાં કેટલો ભાવ ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં બે દિવસની બ્રેક બાદ આજે ફરીથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે. મોંઘવારી સહન કરતી જનતાને વધુ એક ડામ સહન કરવાનો વારો આવ્યો છે. પેટ્રોલમાં આજે 35 પૈસા તેમજ ડીઝલમાં 15 પૈસાનો વધારો નોંધાયો છે. જુલાઈ મહિનામાં સતત 8મી વખત પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ સાથે મેટ્રો શહેરોમાં પેટ્રોલની કિંમત 101 રૂપિયાને પાર કરી પહોંચી ચૂકી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતના બે શહેરોમાં પેટ્રોલના ભાવ 99 રૂપિયાને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં સૌથી વધુ પેટ્રોલના ભાવ ભાવનગરમાં 99.94 રૂપિયા પહોંચ્યો છે. જૂનાગઢ શહેરમાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટરે 99.36 રૂપિયા પહોંચ્યો છે. તો ડીઝલના ભાવમાં 97.82 રૂપિયા થયો છે. સુરતમાં પેટ્રોલના 98.30 રૂપિયા ડીઝલમાં 96.78 રૂપિયા થયો છે. વડોદરામાં પેટ્રોલનો ભાવ 98.02 રૂપિયા તો ડીઝલમાં 96.51 રૂપિયા થયો છે. જામનગર શહેરમાં પેટ્રોલનો ભાવ 98.29 રૂપિયા થયો તો ડીઝલમાં 96.75 રૂપિયા થયો છે.

પેટ્રોલ-ડિઝલની કિંમત તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. BPCL ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકોએ HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને ભાવ જાણવાનો રહેશે.

જાણો આજે મેટ્રો શહેરના નવા ભાવ

  • શહેર     પેટ્રોલ
  • દિલ્હી  101.54
  • મુંબઇ 107.54
  • ચેન્નઇ 102.33
  • કોલકાતા 101.74