રીપોર્ટ@દેશ: વડાપ્રધાને ખેડૂતોને આંદોલનજીવી કહીને મજાક ઉડાવી છે: રાકેશ ટિકૈત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે ભારતીય ખેડૂત યૂનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણ પર નારાજગી વ્યક્ત કરી છે. ટિકૈતે કહ્યું કે, આંદોલનકારીઓને પરજીવી કહેવું યોગ્ય નથી. તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધી અને સરદાર ભગત સિંહ પણ આંદોલન કારી હતા તો શું તે પરજીવી હતા. ટિકૈતે કહ્યું કે મોદીએ ખેડૂતોને કોઈ
 
રીપોર્ટ@દેશ: વડાપ્રધાને ખેડૂતોને આંદોલનજીવી કહીને મજાક ઉડાવી છે: રાકેશ ટિકૈત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે ભારતીય ખેડૂત યૂનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણ પર નારાજગી વ્યક્ત કરી છે. ટિકૈતે કહ્યું કે, આંદોલનકારીઓને પરજીવી કહેવું યોગ્ય નથી. તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધી અને સરદાર ભગત સિંહ પણ આંદોલન કારી હતા તો શું તે પરજીવી હતા. ટિકૈતે કહ્યું કે મોદીએ ખેડૂતોને કોઈ અપીલ નથી કરી બલ્કે મોદીએતો આંદોલનકારીઓને પરજીવી ગણાવ્યા છે. દેશના પ્રધાનમંત્રીએ આંદોલન વિશે આવું ન કહેવું જોઈએ. જો આંદોલન પરજીવી છે તો દેશને આઝાદી અપાવનારા મહાત્મા ગાંધી, શહીદ ભગત સિંહ શું પરજીવી હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, મોદીએ આ આંદોલનકારીઓનું અપમાન કર્યુ છે. આજે રાકેશ ટિકૈત પાનીપતમાં ખૂલ્લી છત વાળી લગઝરી કારમાં ચોલ પ્લાઝા પહોંચ્યા હતા. એ બાદ યુવા ખેડૂતો પોત પોતાના ફોન કાઢીને રાકેશ સાથે સેલ્ફી લેવામાં લાગ્યા હતા. પૂર્વ ધારાસભ્ય અભયસિંહ ચૌટાલાએ કહ્યું કે, રાજ્યસભામાં પ્રધાનમંત્રીએ ખેડૂતોને આંદોલનજીવી કહીને મજાક ઉડાવી છે તેની કિંમત ચૂકવવી પડશે. તેમણે આરોપ લગાવ્યો કે, સરકારના કેટલાક મિત્રોએ લાભ પહોંચાડવા માટે દેશની 80 ટકા વસ્તીને આંદોલન કરવા માટે મજબૂર કર્યા છે.

અભયસિંહ ચૌટાલાએ કહ્યું હતુ કે, ખેડૂતોને આંદોલનજીવી કહીને મજાક ઉડાવનારને સબક શિખવાડવાની જરુર છે. 22 ફેબ્રુઆરીએ સિરસામાં ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં રાકેશ ટિકૈત, ખેડૂત નેતાઓ ઉપરાંત તમામ ખાપ પંચાયતોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. અભયસિંહ ચૌટાલા મંગળવારે ખેડૂત જન જાગરણ અભિયાન હેઠળ જિલ્લાના ગામ મનોહરપુરમાં કાર્યક્રમ આયોજિત કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, કેન્દ્રએ 3 કૃષિ કાયદા બનાવી ખેડૂતોને આંદોલન કરવા મજબૂર કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, પીએમએ રાજ્યસભામાં ન્યૂનતમ સમર્થન મૂલ્યને લઈને દેશને ગુમરાહ કર્યો છે.