રીપોર્ટ@દેશ: અલીગઢમાં વડાપ્રધાને વડનગર અને માતા-પિતાને કર્યા યાદ, જાણો કેમ ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક અલીગઢમાં વડાપ્રધાન મોદીએ રાજા મહેન્દ્રપ્રતાપ સિંહના નામથી બનનારી યુનિવર્સિટીનું શિલાન્યાસ કર્યું. તેમણે યુનિવર્સિટીના મૉડલની પણ સમીક્ષા કરી હતી. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ ડિફેન્સ કોરિડોરનું પણ શિલાન્યાસ કર્યું હતું. અલીગઢ સાથે સંબંધ ધરાવતી પોતાના બાળપણની એક કહાની વર્ણવતા મોદીએ કહ્યું કે અલીગઢના એક મુસ્લિમ કારોબારી તેમના પિતા સાથે ગાઢ દોસ્તી ધરાવતા
 
રીપોર્ટ@દેશ: અલીગઢમાં વડાપ્રધાને વડનગર અને માતા-પિતાને કર્યા યાદ, જાણો કેમ ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અલીગઢમાં વડાપ્રધાન મોદીએ રાજા મહેન્દ્રપ્રતાપ સિંહના નામથી બનનારી યુનિવર્સિટીનું શિલાન્યાસ કર્યું. તેમણે યુનિવર્સિટીના મૉડલની પણ સમીક્ષા કરી હતી. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ ડિફેન્સ કોરિડોરનું પણ શિલાન્યાસ કર્યું હતું. અલીગઢ સાથે સંબંધ ધરાવતી પોતાના બાળપણની એક કહાની વર્ણવતા મોદીએ કહ્યું કે અલીગઢના એક મુસ્લિમ કારોબારી તેમના પિતા સાથે ગાઢ દોસ્તી ધરાવતા હતા અને તે કારોબારી અલીગઢના જ હતા. મોદીએ કહ્યું કે એક મુસ્લિમ વેપારી હતા જે દર ત્રણ વર્ષે અમારા ગામમાં આવતા. તેઓ અમારા વિસ્તારમાં તાળા વેચવા આવતા. મારા પિતા સાથે તેમની સારી દોસ્તી હતી. તેમને તાળા વેચીને દિવસના જે પણ પૈસા મળતા તેઓ પિતાને સોંપી દેતા હતા. ત્યાર તેઓ જ્યારે પણ ગામમાં જતા ત્યારે પિતા પાસેથી પૈસા લઈ જતા. અમે બાળપણથી યુપીના બે શહેરોથી પરિચિત છીએ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ‘એક મુસ્લિમ વેપારી અમારા ગામમાં તાળા વેચવા માટે આવતા હતા અને જે પણ પૈસા તેઓ કમાતા તે મારા પિતાને સાચવવા આપતા. તેઓ જ્યારે યુપી પાછા જતા ત્યારે પૈસા લઈ જતા હતા. યુપીના બે શહેરો અલીગઢ અને સીતાપુર મારા માટે પરિચિત હતા. લોકો પોતાની સુરક્ષા માટે અલીગઢના તાળાના ભરોસે રહેતા હતા. હવે અલીગઢમાં સ્થાપનારી ડીફેન્સ ઈન્ડસ્ટ્રીમાં બનનારા હથિયારો દેશની સરુક્ષા કરશે.’ રાજા મહેન્દ્રપ્રતાપ સિંહના નામે ભાજપ જાટ મતદારોને પોતાની તરફ લાવવાનો પ્રયાસ કરી રહી છે

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે,’ એક સમય એવો હતો જ્યારે ગુંડાઓ, માફિયાઓ શાસન ચલાવતા હતા. આજે ગુંડાઓ અને માફિયાઓ જેલના સળિયા પાછળ છે. ડઝનબંધ ડિફેન્સ કંપનીઓ યુપીમાં ફેક્ટરીઓ લગાવવા તૈયાર છે. યુપીમાં સમગ્ર વિશ્વમાં રોકાણ આવી રહ્યું છે.’ આ સમયે હાજર યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે,’યુપી આજે વેક્સિનેશન મામલે વિશ્વ રેકોર્ડ સર્જી રહ્યું છે. આ સાથે યુપીમાં 3 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે.’ વડાપ્રધાન મોદીના અલીગઢ પ્રવાસ સાથે જ ઉત્તર પ્રદેશમાં ભાજપે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડાપ્રધાન મોદીના યુપીના આ પ્રવાસ થકી ભાજપે રાજ્યની 100 બેઠકો પર ફોક્સ કર્યું છે. પશ્ચિમી યુપીના જાટ અને ઓબીસી વોટર્સને ભાજપ પોતાની તરફેણમાં કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે જ વડાપ્રધાન મોદીએ અલીગઢના મુસ્લિમ વેપારીઓનો કિસ્સો સંભળાવી મુસ્લિમ મતદારોને પણ ભાજપ તરફ આકર્ષવા પ્રયાસ કર્યો હતો.